અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ સ્વરાજ ટ્રેક્ટર્સે આજે પંજાબના મોહાલી સ્થિત તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી તેના 25 લાખમાં ટ્રેક્ટરનું રોલઆઉટ જાહેર કર્યું. 2022માં 20 લાખ ઉત્પાદનનો આંકડો પાર કર્યાના ત્રણ જ વર્ષમાં આ સીમાચિહ્નરૂપ ઘટના બની છે, જે ભારતના ડોમેસ્ટિક ટ્રેક્ટર ઉદ્યોગમાં સ્વરાજ ટ્રેક્ટર્સને સૌથી ઝડપથી વિકસતી ટ્રેક્ટર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરે છે.

સ્વરાજની સફર 1974માં 20-25 એચપી શ્રેણીમાં તેના પ્રથમ મોડેલ ‘સ્વરાજ 724’ ના લોન્ચ સાથે શરૂ થઈ હતી, જે ભારતના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત ટ્રેક્ટરનો પ્રારંભ હતો. 2002માં 5 લાખ ઉત્પાદનના માઈલસ્ટોનને હાંસલ કર્યા બાદ માત્ર 23 વર્ષમાં સ્વરાજે પાંચ ગણો વિકાસ કર્યો છે અને આજે 25 લાખ યૂનિટનું લક્ષ્ય પાર કર્યું છે. આ ઉપલબ્ધિ સ્વરાજની ભારતીય કૃષિ ક્ષેત્રમાં મજબૂત હાજરી અને વિશ્વસનીયતાની જીવંત સાબિતી છે.

સ્વરાજનો પોર્ટફોલિયો એવા ટ્રેક્ટરોની શ્રેણી રજૂ કરે છે જે સાદગી અને આધુનિકતાની સાથે મજબૂત પરફોર્મન્સ આપે છે. આ શ્રેણીમાં સ્વરાજ 855, 735, 744, 960, 742, 963, સ્વરાજ ટારગેટ જેવા આઈકૉનિક મોડેલ અને તાજેતરમાં લોન્ચ કરાયેલ નવી સ્વરાજ રેન્જ શામેલ છે – જે બ્રાન્ડની નવી ઉદ્ભવતી જરૂરિયાતો અને લાઈટવેઈટ ફાર્મિંગ સોલ્યુસન્સ આપવાની ક્ષમતાને રજૂ કરે છે.

એક ખેડૂતના પ્રથમ ટ્રેક્ટર ખરીદવાના શાંત ગૌરવથી લઈને માતા-પિતાઓથી સંતાનો સુધી પસાર થતા પેઢીઓના વિશ્વાસ સુધી, સ્વરાજ ગ્રામ્ય જીવનશૈલીના તાણાવાણામાં એક અવિભાજ્ય અંગ બની ગયું છે. સ્વરાજ ટ્રેક્ટર શ્રેણી વિવિધ પ્રકારના ભૂ-પ્રદેશોમાં વિશ્વાસપાત્ર પ્રદર્શન પ્રદાન કરે છે, વર્ષો પછી પણ મૂલ્ય પૂરું પાડે છે, જે તેને ભારતની ખેતીની કહાણીનો અભિન્ન ભાગ બની ગયેલ બ્રાન્ડ બનાવે છે.