ટાટા કેમિકલ્સ લિમિટેડની ક્વાર્ટરની આવક રૂ. 3,877 કરોડ નોંધાઈ હતી
અમદાવાદ, 3 નવેમ્બરઃ ટાટા કેમિકલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને અર્ધવાર્ષિકગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે.
નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરની હાઇલાઇટ્સ:
- કામગીરીમાંથી આવકો રૂ. 3,877 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરની તુલનામાં 3 ટકા નીચે છે. યુકેમાં પુનર્ગઠન અને માર્કેટની પરિસ્થિતિઓની તેના ઉપર અસર વર્તાઇ છે.
- ઇબીઆઇટીડીએ રૂ. 537 કરોડ નોંધી છે, જે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરના રૂ. 618 કરોડની તુલનામાં નીચે છે. તેનું મુખ્ય કારણ નીચો વોલ્યુમ અને કોસ્ટ મેનેજમેન્ટ છે.
- કર બાદનો નફો (અસાધારણ ચીજો અને એનસીઆઇ પહેલાં) રૂ. 219 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમા રૂ. 267 કરોડ હતો.
- 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચોખ્ખું દેવું રૂ. 5,583 કરોડ હતું (રૂ. 776 કરોડના ભાડાપટ્ટાને બાદ કરતાં)
નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરની સ્ટેન્ડઅલોન હાઇલાઇટ્સ:
- કામગીરીમાંથી આવકો રૂ. 1,204 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરની તુલનામાં ઊંચા વોલ્યુમને કારણે 19 ટકા વધુ છે
- ઇબીઆઇટીડીએ રૂ. 240 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરની તુલનામાં 67 ટકા વધુ છે. કોસ્ટ કંટ્રોલ પગલાની તેની ઉપર અસર જોવા મળી છે
- કર બાદનો નફો રૂ. 178 કરોડ નોંધાયો છએ, જે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરની તુલનામાં 80 ટકા વધુ છે
નાણાકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાની કોન્સોલિડેટેડ હાઇલાઇટ્સ:
- કામગીરીમાંથી આવકો રૂ. 3,7,596 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાની તુલનામાં 2 ટકા નીચે છે. તેનું મુખ્ય કારણ તમામ પ્રદેશોમાં ભાવનું દબાણ અને ભારતને બાદ કરતાં નીચું વોલ્યુમ છે
- ઇબીઆઇટીડીએ રૂ. 1,186 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાના રૂ. 1,192 કરોડ હતું. તેનું મુખ્ય કારણ નીચા વોલ્યુમ છે.
- કર બાદનો નફો (અસાધારણ ચીજો અને એનસીઆઇ પહેલાં) રૂ. 535 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં રૂ. 442 કરોડ હતો.
નાણાકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટેની સ્ટેન્ડઅલોન હાઇલાઇટ્સ:
- કામગીરીમાંથી આવકો રૂ. 2,373 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ઊંચા વોલ્યુમને કારણે 15 ટકા વધુ છે
- ઇબીઆઇટીડીએ રૂ. 510 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાની તુલનામાં 35 ટકા વધુ છે. કોસ્ટ કંટ્રોલ પગલાની તેની ઉપર અસર જોવા મળી છે
- કર બાદનો નફો રૂ. 485 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાની તુલનામાં 37 ટકા વધુ છે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
