તાતા પાવરનો ત્રિમાસિક નફો 48 ટકા વધ્યો, રૂ. 2 ડિવિડન્ડ

અમદાવાદ, 4 મેઃ તાતા ગ્રૂપની પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તાતા પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં 48 ટકા વધી રૂ. 938.81 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 632.37 કરોડ હતો. કુલ આવકો પણ વધી રૂ. 13325.30 કરોડ થઈ છે. ગતવર્ષે 12219.36 કરોડ હતી. ઉત્પાદન અને રિન્યુએબલ સેગમેન્ટમાં ગ્રોથના પગલે ગયા નાણાકીય વર્ષના સમાનગાળાની તુલનામાં 4.1 ટકા વધી હતી. નફામાં વૃદ્ધિ ઊંચી અન્ય આવક અને નીચા આધાર દ્વારા સપોર્ટેડ હતી, પરંતુ ઓપરેટિંગ માર્જિન નબળું રહ્યું હતું. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં 16 ટકા વાર્ષિક વૃદ્ધિએ ટોપલાઇનને ટેકો આપ્યો હતો. માર્ચ FY23 ક્વાર્ટરમાં EBITDA માં 3.2 ટકા વધી રૂ. 1,927.7 કરોડ નોંધાઈ હતી, પરંતુ સમાનગાળામાં માર્જિન 10 bps ઘટીને 15.5 ટકા થયું હતું. તાતા પાવરના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ. 2ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
Tata Power રિઝલ્ટ એટ અ ગ્લાન્સ
વિગત | Q4-FY23 | Q4 -FY22 | તફાવત % | FY23 | FY22 | તફાવત% |
આવકો | 12,755 | 12,085 | 6% | 56,033 | 42,576 | 32% |
EBITDA | 3,101 | 2,253 | 38% | 10,068 | 8,192 | 23% |
ચોખ્ખો નફો | 939 | 632 | 48% | 3,810 | 2,156 | 77% |
તાતા પાવરના CEO અને MD ડૉ. પ્રવીર સિન્હાએ જણાવ્યું હતું કે, “તાતા પાવરે અમારા તમામ બિઝનેસ ક્લસ્ટર -જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિન્યુએબલ્સમાં મજબૂત વૃદ્ધિ સાથે FY23માં મજબૂત પ્રદર્શન કર્યું છે. વધતી જતી જરૂરિયાતના કારણે પાવરે મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે.
25 પેટા કંપનીઓનો કુલ ચોખ્ખો નફો બમણો થયો
તાતા ગ્રૂપની તાતા પાવરની 25 પેટા કંપનીઓનો કુલ ચોખ્ખો નફો રૂ. 105.49 કરોડ થયો છે.ગતવર્ષે રૂ. 49.49 કરોડ હતો. કુલ આવકવકો રૂ. 10809.20 કરોડ થઈ છે. કુલ કોમ્પ્રેહેન્સિવ ઈનકમ રૂ. 105.08 કરોડ નોંધાઈ હતી. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષમાં કંપનીનો ચોખ્ખો રોકડ પ્રવાહ રૂ. 19.07 કરોડ રહ્યો હતો. તાતા પાવરનો શેર પરિણામોના પગલે 0.02 ટકા ઘટી 203.75 પર બંધ રહ્યો હતો.