મુંબઇ, 4 જુલાઇ: ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટા કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 752 મેગાવોટના રિન્યૂએબલ સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યાં છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરના 354 મેગાવોટની તુલનામાં 112 ટકાનો રેકોર્ડ ઉમેરો છે.

કંપનીના ઇપીસી પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન સરળ અમલીકરણ, શિસ્તબદ્ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ તેમજ ગુણવત્તા અને સુરક્ષા પ્રત્યેની મજબૂત કટીબદ્ધતાનો પુરાવો છે.

કંપનીએ અદ્યતન એન્જિનિયરીંગ પ્રેક્ટિસિસનો લાભ લેતાં પડકારજનક માહોલમાં પણ સતત પ્રોજેક્ટ ડિલિવર કર્યાં છે. મજબૂત સપ્લાય ચેઇન, ઉત્તમ અમલીકરણ મોડલ અને વેન્ડર સાથેની ભાગીદારીથી કંપનીએ ખર્ચ કાર્યક્ષમતા સાથે પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યાં છે.

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર સાથે કંપનીની કુલ યુટિલિટી-સ્કેલ સંચાલકીય ક્ષમતા હવે 5.6 ગીગાવોટ થઇ છે, જેમાં 4.6 ગીગાવોટ સોલર અને 1 ગીગાવોટ વિન્ડ છે. કંપની નાણાકીય વર્ષ 2026માં 1.7 ગીગાવોટની યુટિલિટી માલીકીની ક્ષમતા તથા 1 ગીગાવોટ થર્ડ-પાર્ટ પ્રોજેક્ટ્સની યોજના ધરાવે છે.

ટાટા પાવર નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં 7.3 ગીગાવોટની કુલ સંચાલકીય ક્ષમતાનું લક્ષ્ય રાખે છે, જેમાં 5.6 ગીગાવોટ સોલર અને 1.7 ગીગાવોટ વિન્ડ ક્ષમતા છે.

કંપનીના રિન્યૂએબલ એનર્જી ઇન્સ્ટોલેશન ભારતની સ્વચ્છ ઉર્જા ક્ષમતામાં યોગદાન આપવાની સાથે-સાથે દેશની ઉર્જા સુરક્ષા અને સસ્ટેનેબિલિટીના લક્ષ્યોને સપોર્ટ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પણ દર્શાવે છે.