ચેન્નઈ સ્થિત કંપનીએ પોતાના કર્મચારીઓને પાર્ટનર બનાવ્યા, 33 ટકા હિસ્સો આપ્યો
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ ગરીબ મહિલાને એક સાડી આપીને સોશિયલ સર્વિસનો સંતોષ અને વાહવાહી મેળવવા માટે ડઝન જણાં સાડીને હાથ અડાડીને ઊભા હોય તેવાં ફરમાસુ ફોટા કે સોશિયલ મિડિયા ઉપર અહો રૂપમ્ અહો ધ્વાની કરનારાઓનો આજકાલ રાફડો ફાટ્યો છે. સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સામાજિક ઋણ અદા કરવાની કંપનીઓની જવાબદારીઓમાં પણ ઘણી વાર ગાબડાં અને પોલંપોલ જોવા મળતી હોય છે. પરંતુ સ્ટાર્ટઅપ આધારિત કંપની આઈડિયાઝ2આઈટી (Ideas2IT)એ પોતાની સફળતાની મુસાફરીમાં સાથ આપનાર કર્મચારીઓને કંપનીના પાર્ટનર બનાવીને એક સાઉથ ઈન્ડિયન ફિલ્મની સ્ટોરીને સાર્થક કરી બતાવી છે. હાઈ-એન્ડ પ્રોડક્ટ એન્જિનિયરિંગ કંપની Ideas2ITએ પોતાના કર્મચારીઓને 33 ટકા હિસ્સો વહેંચ્યો છે.
કંપનીએ “એમ્પ્લોયી ઓનરશિપ પ્રોગ્રામ” શરૂ કર્યો છે. વ્યૂહાત્મક પહેલ તરીકે ઓળખાતા આ પ્રોગ્રામનો ઉદ્દેશ આનંદદાયક અને સતત પ્રવાસ સુનિશ્ચિત કરતા વાસ્તવિક માલિકી પ્રદાન કરવાનો છે.
આ પહેલ હેઠળ કર્મચારીઓને કંપનીમાં 33% હિસ્સો મળશે. જેમાંથી 40 કર્મચારીઓની પસંદગી કરી તેમને 5 ટકા હિસ્સો આપવામાં આવશે. જે શરૂઆતથી Ideas2IT સાથે છે. બાકીનો હિસ્સો અન્ય તમામ કર્મચારીઓને વહેંચવામાં આવશે.
કંપનીના ફાઉન્ડર મુરલી વિવેકાનંદને જણાવ્યું હતું કે, કર્મચારીઓને આરએસયુ (પ્રતિબંધિત સ્ટોક યુનિટ) આપવામાં આવશે. RSU એ પ્રોત્સાહનનું એક સ્વરૂપ છે જે એમ્પ્લોયર કર્મચારીઓને આપે છે. આ કંપનીના ઇક્વિટી શેરો વેસ્ટિંગ પિરિયડ સાથે જોડાયેલા છે. કારણ કે કર્મચારીઓ તેને પ્રોત્સાહન સ્વરૂપે મેળવે છે, તેઓ શેર માટે કોઈ પૈસા ચૂકવવા માટે જવાબદાર નથી.
Ideas2IT સોફ્ટવેર એન્જિનિયર્સ AI-ML, NFT, Web3, Cloud, Blockchain, IIoT વગેરે જેવી ઉભરતી ટેક્નોલોજીનો લાભ લઈને ફોર્ચ્યુન 500 કંપનીઓ જેમ કે ફેસબુક, બ્લૂમબર્ગ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, મોટોરોલા, રોશે, મેડટ્રોનિક અને તેના જેવી કંપનીઓના પ્રોજેક્ટ સંભાળે છે.
આરએસયુ એલોટમેન્ટ બાદ તેની પત્ની અને પોતાની પાસે કંપનીનું 1/3 હોલ્ડિંગ (કુલ 66.66 ટકા) ધરાવશે. બાકીનો હિસ્સો કર્મચારીઓ પાસે રહેશે
વિવેકાનંદને જણાવ્યું હતું કે આરએસયુ એલોટમેન્ટ બાદ તેની પત્ની અને પોતાની પાસે કંપનીનું 1/3 હોલ્ડિંગ (કુલ 66.66 ટકા) ધરાવશે. બાકીનો હિસ્સો કર્મચારીઓ પાસે રહેશે. Ideas2IT કર્મચારીઓને માલિકીમાં સામેલ કરવા માટે ફ્રેશ શેર જારી કરશે. કંપનીમાં કર્મચારીઓની કુલ સંખ્યા 750થી વધુ છે. તેની કામગીરી ભારત, યુએસ અને મેક્સિકોમાં ફેલાયેલી છે. “અમે અસાધારણ પ્રતિભાને ઓળખવામાં અને રિવોર્ડ આપવામાં વિશ્વાસ રાખીએ છીએ જે અમારી સફળતા અને વૃદ્ધિને આગળ ધપાવે છે. આ કાર્યક્રમ ચોક્કસપણે અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બનશે,”
ગત વર્ષે કંપનીએ 50 કાર ભેટ આપી હતી, એપ્રિલ-22માં 100 કાર ભેટ આપી હતી
કંપનીએ ગતવર્ષે શરૂ થયેલી વેલ્થ-શેયરિંગ પહેલ હેઠળ આ મંગળવારે પોતાના કર્મચારીઓને ચેન્નાઈમાં એક ઇવેન્ટમાં 50 કર્મચારીઓને રિવોર્ડ પેટે 50 કાર વહેંચી સન્માનિત કર્યા છે. એપ્રિલ 2022માં, કંપનીએ 100 કર્મચારીઓને “તેમના સતત સમર્થન અને કંપનીની સફળતા અને વૃદ્ધિમાં અજોડ યોગદાન માટે” 100 મારુતિ સુઝુકી કાર ભેટમાં આપી હતી.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)