IPO ખૂલશે25 સપ્ટેમ્બરે
IPO બંધ થશે27 સપ્ટેમ્બરે
એન્કર બિડિંગ24 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 209-220
બિડ લોટ65 શેર્સ
આઇપીઓ સાઇઝ15,543,000 શેર્સ
આઇપીઓ સાઇઝરૂ.  341.95 કરોડ
લિસ્ટિંગBSE, NSE
BUSINESSGUJARAT RATING6.5/10

અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2024:

કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રીજરેશન દ્વારા તેના બીડ/ઑફરને તેના ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ના સંદર્ભે તા. 25 સપ્ટેમ્બર, 2024 નાઑફરનો પ્રાઇસબેન્ડ રૂ.209 થી રૂ.220 પ્રતિ ઇક્વિટી શેર (‘Price Band’) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 27 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.પ્રારંભિક જાહેર ભરણામાં રૂ.5000 મિલિયન (“Fresh Issue”) સુધીના ઇક્વિટી શેરનો તાજો ઈશ્યુ તથા સેલિંગ શેરધારકો (“Offer for Sale” તથા તાજા ઇસ્યુ “Offer” દ્વારા એકસાથે1,55,43,000 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઑફરનો સમાવેશ થાય છે. અપર પ્રાઇઝ બેન્ડ પર કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 341.95 કરોડ અન લોઅર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 324.85 કરોડ છે. ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024 રહેશે. બીડ ઓછામાં ઓછા 65 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 65  ઇક્વિટી શેરના ગુણાંકમાં (“Bid Lot”) કરી શકાશે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ (અ) રાજસ્થાનના અલવરમાં નીમરાના ખાતે નવા ઉત્પાદન એકમ ઊભા કરવા માટે (“Proposed Project”) ઇક્વિટીના સ્વરૂપે અમારી સંપૂર્ણ માલિકીની પેટા કંપની કેઆરએન એચવીએસી પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જેનું મૂલ્ય રૂ. 24,246.10 લાખ (રૂ. 242.46 કરોડ) છે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“Object of Issue”) કરવામાં આવશે.

LISTINGLEAD MANAGERS
BSE, NSEHOLANI CONSULTANTS PVT. LTD

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

PeriodMar24Mar23Mar22
Assets258.36148.7692.79
Revenue313.54249.89158.23
PAT39.0732.3110.59
Net Worth131.6559.5725.53
Borrowing59.6936.6422.12
(આંકડા રૂ. કરોડમાં)

KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેશન લિમિટેડ ફિન અને ટ્યુબ પ્રકારના હીટ એક્સ્ચેન્જર્સની અગ્રણી ઉત્પાદક છે. કંપની કોપર અને એલ્યુમિનિયમ ફિન્સ અને કોપર ટ્યુબ હીટ એક્સ્ચેન્જર્સ, વોટર કોઇલ, કન્ડેન્સર કોઇલ અને બાષ્પીભવન કોઇલ બનાવે છે. તે 5 mm વ્યાસથી 7 mm, 9.52 mm, 12.7 mm અને 15.88 mm સુધીના વિવિધ આકાર અને કદના હીટ એક્સ્ચેન્જર ટ્યુબનું ઉત્પાદન કરે છે. ઓફર કરવામાં આવેલ તમામ ઉત્પાદનોનો ઉપયોગ સ્થાનિક, વ્યાપારી અને ઔદ્યોગિક હીટિંગ, વેન્ટિલેશન, એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશન (HVAC&R) ઉદ્યોગમાં થાય છે. ઉત્પાદન સુવિધા નીમરાના, રાજસ્થાનમાં 7,800 ચોરસ મીટરના એકંદર વિસ્તારમાં આવેલી છે. કંપની હેર પિન બેન્ડર, ફિન પ્રેસ મશીન, CNC ટ્યુબ બેન્ડર અને વર્ટિકલ એક્સ્પાન્ડર સહિત નવીનતમ કોઇલ ઉત્પાદન મશીનોનો ઉપયોગ કરે છે.

businessgujarat.in ની નજરે IPO: ટૂંકા મધ્યમ તેમજ લાંબાગાળાના મૂડીરોકાણ માટે ઇશ્યૂમાં અરજી કરી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)