મુંબઇ, 7 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન 2020માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો હતો. ત્યારબાદથી સતત વૃદ્ધિ સાથે રેપો રેટ 6.50 ટકા પર સ્થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી સ્થિર રેપો રેટ 6.50 ટકાથી ઘટી 6.25 ટકા થયો છે. રેપો રેટમાં ઘટાડાથી લોનધારકોને મોટી રાહત મળી છે. તેમાં પણ ખાસ કરીને હોમ લોનધારકોના ખિસ્સામાં બચત વધશે.

જાણો વિવિધ લોન ઉપર થઇ શકશે કેટલી રાહતઃ રૂ. 20 લાખની હોમ લોન લીધી હોય અને તેના પર 8.25 ટકા વ્યાજ અને મુદ્દત 20 વર્ષની છે. તો હાલ મહિને 17356 રૂપિયા ઈએમઆઈ થશે, જેમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થતાં લોન પર 8.25 ટકા વ્યાજ ચૂકવવાનું થશે. જેથી હવે રૂ. 17041 ઈએમઆઈ ચૂકવવો પડશે. અર્થાત દરમહિને રૂ. 315ની બચત થશે. જો રૂ. 30 લાખની લોન 8.50 ટકાના દરે 20 વર્ષ માટે લીધી હોય તો દર મહિને રૂ. 26035 ઈએમઆઈ પેટે ચૂકવવા પડશે. પરંતુ હવે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થતાં દરમહિને રૂ. 25562 ઈએમઆઈ ચૂકવવો પડશે. જેથી દરમહિને રૂ. 473ની બચત થશે.

SBI ટૂંક સમયમાં વ્યાજ ઘટાડશેઃ SBIના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમારે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ લોકોને રેપોરેટમાં ઘટાડાની જાહેરાત થઇ શકે છે.