અમદાવાદ, 28 માર્ચઃ ગુરૂવારે નિફ્ટી 22545.05ના સ્તરે બંધ હતો એ માર્ચ વલણના પહેલા દિવસે જ ગેપથી 22433.40ના સ્તરે ખુલ્યા પછી માર્ચ વલણમાં ઘટીને 4થી માર્ચે 21964.60ના બોટમે ગયા પછી જોવાયેલા સતત સુધારામાં 25મી માર્ચે 23869.60ના હાઇ સુધી ગયા પછી વલણના અંતે 27મી માર્ચના રોજ 23591.95 બંધ રહ્યો અને માર્ચ વલણ 1046.9 પોઇન્ટ્સ, 4.64%ના ગેઇન સાથે સુખદ નોટ પર પૂર્ણ થયું એ બાજીગર ટ્રમ્પના આડેધડ સ્ટેટમેન્ટો વચ્ચે આનંદના સમાચાર ગણાય. આ માર્ચ વલણ પરથી હવે એવું તારણ નિકળે છે કે 23900 અને 21900ની બે હજાર પોઇન્ટ્સની રેન્જમાંથી જે તરફ નિફ્ટી નિકળશે, તે દિશામાં ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના વધી જશે. એનએસઇ ખાતે જે પાંચ ઇન્ડેક્સો પર વાયદાના સોદા થાય છે તેમના માર્ચ વલણના પરફોર્મન્સ પર નજર કરી લઇએ. બેન્ક નિફ્ટી પુરોગામી વલણના 48743.80ના બંધ સામે માર્ચ વલણના અંતે ગુરૂવારે 51575.85 બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીનો સેટલમેન્ટ ગેઇન 5.81 ટકા કે 2832.05 પોઇન્ટ્સનો રહેતાં નિફ્ટી કરતાં એનુ પરફોર્મન્સ બેટર રહ્યું હતુ. બેન્ક નિફ્ટી માટે  માર્ચ સેટલમેન્ટના હાઇ-લોના આધારે મળતી રેન્જ 47700-52100ની ગણાય. જે તરફ બ્રેક આઉટ આવે એ તરફ બેન્ક નિફ્ટી ચાલશે, એવી ધારણા રાખી શકાય.

ઝોમેટો, જિયો ફાયેનેન્શીયલ નિફ્ટીમાંયુએસ ઓટો ટેરિફે ટાટા મોટર્સ ડાઉન
માર્ચ એન્ડીંગમાં NAV વધારવાની કસરતબીએસઇની બોનસ માટે મીટીંગ

ફેબ્રુઆરી વલણના અંતે 23173.65ના સ્તરે વિરમેલ નિફ્ટી ફાયેનેન્શ્યલ સર્વીસીસ માર્ચ વલણના અંતે 25011.15 બંધ રહ્યો. 1837.5 પોઇન્ટ્સ, 7.93 ટકાનો આ વધારો ગણાય. આ ઇન્ડેક્સની માર્ચ સેટલમેન્ટ પરથી નિકળતી અગત્યની રેન્જ 22800-25300ની છે. નિફ્ટી નેક્સ્ટ50 27મી ફેબ્રુઆરીએ 58767.20 અને 27મી માર્ચે 63442.55 બંધ રહ્યો તેથી માર્ચ સેટલમેન્ટનો સુધારો 4675.35 પોઇન્ટ્સ, 7.96%નો થયો અને અગત્યની રેન્જ 56200-64200ની હોવાનું તારણ નિકળે છે. નિફ્ટી મિડકેપ સિલેક્ટ 27મી ફેબ્રુઆરીએ 10957.30 અને 27મી માર્ચે 11515.80 બંધ હતો.સેટલમેન્ટ સુધારો 558.5 પોઇન્ટ્સ કે 5.10%નો થયો ગણાય અને માર્ચ સેટલમેન્ટ રેન્જ 10600-11800ની માની શકાય. આમ માર્ચ સેટલમેન્ટમાં  7.96 ટકાના સુધારા સાથે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ધ બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યો છે.         

ગુરૂવારે યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફની જાહેરાત બાદ ઓટો શેરોમાં ઘટાડો જોવાયો હતો. ટાટા મોટર્સ સાડાપાંચ ટકા તૂટી 669 બંધ હતો. ટેરિફના આ નિર્ણયથી જગુઆર લેન્ડ રોવરના 30% વોલ્યુમ પર અસર થવાની ધારણા છે. સંવર્ધન મધરસન પોણાત્રણ ટકા ઘટી રૂ. 131, સોના બીએલડબ્લ્યુ તો સવા છ ટકાના ગાબડાંએ રૂ. 466 અને ભારત ફોર્જ 2.32% ડાઇન થઇ 1155 બંધ હતા. આ તમામ શેરો અમેરિકન ટેરિફની અસર થવાની ગણતરીએ નીચા સ્તરે બંધ થયા હતા. પરિણામોની ધારણાએ કેપીઆઈટી ટેક્નોલોજીસ 2% ઘટી 1338 અને ટાટા ટેક્નોલોજીસ અઢી ટકાના લોસે રૂ. 683 બંધ હતા. બજાજ ફાયેનાન્સ અને બજાજ ફિનસર્વે અપ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. બજાજ ફિનસર્વ 2.86% વધી રૂ. 1999 બંધ હતો. બાવન સપ્તાહનો હાઇ રૂ. 2029.90 હવે હાથવેંતમાં હોય એવું જણાય છે.

બજાજ ફાયેનાન્સ દોઢ ટકો સુધરી રૂ. 9004 બંધ હતો. આ શેરે તો તાજેતરમાં જ 25મી માર્ચના રોજ રૂ. 9260.05નો બાવન સપ્તાહનો હાઇ નોંધાવ્યો છે. અદાણી એનર્જી 8.34% ઉછળી રૂ. 870 અને અદાણી ગ્રીન પાંચ ટકા વધી રૂ. 958 બંધ હતા.

મ્યુ. ફંડો દ્વારા એનએવી સુધારવાની કસરતમાં સુધારો થયો

માર્ચ એન્ડીંગ હિસાબો માટેનો ગુરૂવાર છેલ્લો દિવસ હોવાથી ગીરવે મૂકેલા શેરોની વેલ્યૂ સારી દેખાડવા અને મ્યુ. ફંડો દ્વારા એનએવી સુધારવાની કસરતમાં આ સુધારો થયો હોવાની હવા હતી. પ્રમોટરોએ ગીરવે મૂકેલા શેરના કારણે સેન્ટિમેન્ટ બગડતાં અશોક લેલેન્ડ 2.67% ઘટી રૂ. 209ના સ્તરે બંધ થયો હતો. કેપ્રી ગ્લોબલમાં પંદર ટકાનું મોટું ગાબડું પડતાં રૂ. 165 થઇ ગયો હતો. વલણના છેલ્લા દિવસે ઇન્ડસઇન્ડ બેંક એફ એન્ડ બેનની યાદીમાંથી બહાર આવ્યો હોવાના કારણે 2.78% વધી રૂ. 673 બંધ હતો.  હીરો મોટોકોર્પ માસિક વેચાણ ડેટા એપ્રિલમાં બહાર પડે તે પૂર્વે જ  અનુમાનોના આધારે  3.13%ના ગેઇને રૂ. 3760ના સ્તરે વિરમ્યો હતો.

નિફ્ટીમાં એન્ટ્રી જિયો ફાઇનાન્સ, એક્ઝિટ બ્રિટાનિયા, બીપીસીએલ

નિફ્ટીમાં પ્રવેશનારા જિયો ફાઇનાન્શિયલ એક ટકો વધી રૂ. 225 અને ઝોમેટો 0.14% ઘટી રૂ. 203 બંધ હતા. આજથી  નિફ્ટીમાંથી વિદાય લેનાર બ્રિટાનિયા સવા ટકો સુધરી રૂ. 4909 અને બીપીસીએલ 2.19% વધી રૂ. 279 બંધ હતા. આવતા મહિને પીએનજીઆરબી દ્વારા સંભવિત ટેરિફ વધારાની અપેક્ષાએ ગેઇલ 4.30% વધુ વધીને રૂ. 181.55 થઇ ગયો હતો. મિડકેપ શેરોમાંથી  બીએસઇ પાંચ ટકા સુધરી 4694 થયો હતો. 30મી માર્ચે બોનસ શેરો માટે બોર્ડ મીટીંગ મળવાની છે. બેંક ઓફ બરોડા 4.14%ના ગેઇને રૂ. 229.90 બંધ હતો. પેટીએમ 4.13% સુધરી રૂ. 808 રહ્યો હતો. મેક્રોટેક ડેવલપર્સ ચાર ટકા વધી રૂ. 1246 અને  યુનિયન બેંક પણ 4% પ્લસ થતાં રૂ. 125ના લેવલે બંધ હતા. માર્ચ એન્ડીંગમાં એનએવી સુધરવાના પ્રયત્નોને પરિણામે આ શેરો સુધર્યાં હોવાનું કહેવાતુ હતુ.

માર્કેટ કેપીટલાઇઝેશનમાં રૂ. 3 લાખ કરોડનો વધારો

એનએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 412.21(409.08) લાખ કરોડ અને બીએસઇ લીસ્ટેડ શેરોનું રૂ. 414.72(411.62) લાખ કરોડ થતાં ગુરૂવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો વધારો થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)