અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં 2 અને એસએમઈ સેગમેન્ટમાં 3 આઈપીઓ ખૂલી રહ્યા છે. વધુમાં ભારત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) 28 ફેબ્રુઆરીએ ખૂલશે.

એક્સિકોમ ટેલિ-સિસ્ટમ્સ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 27થી 29 ફેબ્રુઆરી સુધી યોજાશે. ગ્રે માર્કેટમાં તમામ છ ઈશ્યૂ માટે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ગઈકાલે બંધ થયેલ જુનિપર હોટલ્સનો આઈપીઓ ઈશ્યૂ 28 ફેબ્રુઆરીએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે.

મેઈન બોર્ડ આઈપીઓ ઈશ્યૂ

આઈપીઓપ્રાઈસ સાઈઝતારીખ
Bharat Highways98-100રૂ. 250028 ફેબ્રુ-1 માર્ચ
Exicom Tele135-142રૂ. 42927-29 ફેબ્રુ
Platinum Ind.162-171રૂ. 235.3227-29 ફેબ્રુ
GPT Healthcare177-186રૂ. 525.1426-28 ફેબ્રુ
(નોંધઃ સાઈઝ રૂ. કરોડમાં)

GPT Healthcare IPO:

જીપીટી હેલ્થકેર લિ. રૂ. 177-186 પ્રાઈસ બેન્ડ પર રૂ. 525.14 કરોડનો આઈપીઓ સોમવારે 26 ફેબ્રુઆરીએ લોન્ચ કરી રહીછે. જે 29 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. માર્કેટ લોટ 80 શેર્સ છે. ગ્રે માર્કેટમાં જીપીટી હેલ્થકેર માટે કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી. લિસ્ટિંગ 29 ફેબ્રુઆરીએ થશે.

Exicom Tele-System IPO

એક્સિકોમ ટેલિ-સિસ્ટમના રૂ. 429 કરોડના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 135-142 છે. માર્કેટ લોટ 100 શેર્સ છે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 1 માર્ચે અને લિસ્ટિંગ 5 માર્ચે થશે. એક્સિકોમ ટેલિ-સિસ્ટમનો આઈપીઓ 27થી 29 ફેબ્રુઆરીએ યોજાશે.

Platinum Industries IPO

પ્લેટનિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 162-171ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 235.32 કરોડનો આઈપીઓ 27 ફેબ્રુઆરીએ લાવી રહી છે. જે 29 ફેબ્રુઆરીએ બંધ થશે. પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે 87 શેર્સના માર્કેટ લોટ માટે રિટેલ રોકાણકારે લઘુત્તમ રૂ. 14877નું રોકાણ કરવુ પડશે.

SME IPO Issue:

ઈશ્યૂપ્રાઈસસાઈઝતારીખ
M.V.K. Agro12065.8829 ફેબ્રુ-4 માર્ચ
Purv Flexipack70-7140.2127-29 ફેબ્રુ
Owais Metal83-8742.6926-28 ફેબ્રુ

SME સેગમેન્ટમાં લગભગ રૂ. 150 કરોડના 3 આઈપીઓ ઈશ્યૂ આગામી સપ્તાહે યોજાશે. જેમાં Owais Metal And Mineral Processing રૂ. 83-87ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 42.69 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેના ગ્રે પ્રીમિયમ શૂન્ય છે. Purv Flexipack રૂ. 70-71ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 40.21 કરોડના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 80 (113 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જ્યારે M.V.K. Agro Food રૂ. 70-71ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 40.21 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેના ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી.