રિલાયન્સ કેપિટલ માટે ટોરન્ટની નવી ઓફર રૂ. 8640 કરોડ
મુંબઇઃ અનિલ અંબાણી પ્રમોટેડ રિલાયન્સ પાવરના ઓક્શનનો મુદ્દો ધીરે ધીરે ગરમ બની રહ્યો છે. કોર્પોરેટ વોરમાં ટોરન્ટ પાવર અને હિન્દુજાની ઓફર્સ વચ્ચે કાનૂની જંગ છેડાવાના એંધાણ મળ્યા છે. ટોરન્ટ જૂથની ટોરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે રૂ. 8640 કરોડની બીડ ભરી હતી. તેની સામે હિન્દુજા જૂથે એ દિવસે રૂ. 8110 કરોડની બિડ ભર્યા પછી બીજાં જ દિવસે બિડ સુધારી રૂ. 9000 કરોડની કરી હતી. ટોરન્ટે NCLTમાં અરજી કરી છે. જોકે, બન્નેની બિડ રૂ. 12500- 13000 કરોડની લિક્વિડેશન વેલ્યૂ કરતાં નીચી છે. 22 ડિસેમ્બરના ઓક્શનમાં બનેલો ઘટનાક્રમ એક નજરે જોઇએ તો રિલાયન્સ કેપનું ઓક્શન હાથ ધરાયું, ટોરન્ટે રૂ. 8640 કરોડની બિડ ભરી, હિન્દુજાએ 8110 કરોડની બિડ ભરી, 23 ડિસેમ્બરે હિન્દુજાએ બિડ સુધારી રૂ. 9000 કરોડની કરી, 2 જાન્યુઆરી-23એ ટોરન્ટ હિન્દુજાના રિવિઝન સામે NCLTમાં ગઇ, 3 જાન્યુઆરી-23એ NCLTએ સીઓસી પૂર્વે લેટ પ્લાન ટેબલ પર નહિં રાખવા નિર્દેશ કર્યો, 4 જાન્યુઆરી-23એ એડમિને રિક્વેસ્ટ કરી કે પ્લાન્સ ઓક્શન બિડ સાથે એલાઇન છે. જોવાનું એ રહેશે કે, રિલાયન્સ કેપિટલ ઓક્શનમાં આગળ જતાં કેવાં વળાંક આવે છે.