અમદાવાદ, 4 ઓક્ટોબરઃ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં ગ્લોબલ લીડર અને ભારતમાં સૌથી મોટી અને સૌથી ઝડપી વિકસતા ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સે જાહેર કર્યું છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીવીએસ એસસીએસ નોર્થ અમેરિકા 500 મિલિયન ડોલરની આવક મેળવવાની આકાંક્ષા રાખે છે જેણે છેલ્લા ચાર વર્ષથી 20 ટકાના સ્થિર સીએજીઆર હાંસલ કરી રહી છે અને તે પ્રદેશમાં મજબૂત ગ્રોથ મોમેન્ટમ જાળવી રાખશે.

કંપનીએ વોટરલૂ, આયોવામાં તેના નવા 225,000 ચોરસ ફૂટના બિલ્ડ-ટુ-સ્યુટ પ્લાન્ટના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. આ અત્યાધુનિક પ્લાન્ટ યુએસ મિડવેસ્ટમાં ટીવીએસ એસસીએસની હાજરીને વિસ્તારે છે અને સ્થાનિક ઉત્પાદકો તથા મુખ્ય ગ્રાહકોને સેવાઓ આપવાની તેની ક્ષમતાને મજબૂત બનાવે છે. નવી ફેસિલિટી ટીવીએસ એસસીએસની વેલ્યુએડેડ એસેમ્બલી, કિટિંગ, સિક્વન્સિંગ અને સમયસર ડિલિવરી જેવી મેન્યુફેક્ચરિંગ સપોર્ટ સર્વિસીઝ પરી પાડવાની ક્ષમતામાં પણ વધારો કરશે.

અમે અમેરિકામાં અમારી હાજરીને વધુ વિસ્તારવા અને અમારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે અત્યાધુનિક પ્લાન્ટમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ એમ ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના ઉત્તર અમેરિકા અને યુરોપના સીઈઓ રિચાર્ડ વિયેટ્સે જણાવ્યું હતું.

આ નવી ફેસિલિટી રાજ્યમાં ટીવીએસ એસસીએસનું બીજું લોકેશન છે અને તેમાં 6,800 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ, ડ્રાઇવર લાઉન્જ, 30 લોડિંગ ડોક દરવાજા અને બે ડ્રાઇવ-ઇન દરવાજા છે. ટીવીએસ એસસીએસ હાલમાં આ પ્રદેશમાં 225,000 ચોરસ ફૂટની બીજી ફેસિલિટી બનાવી રહી છે, જે આગામી ત્રિમાસિક ગાળામાં શરૂ થશે. રાજ્યમાં ટીવીએસ એસસીએસની પ્રથમ ફેસિલિટી આયોવા સિટીમાં આવેલી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)