નવી દિલ્હી, 23 જુલાઇઃ નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર કર્યો છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરી છે, જેનાથી પગારદાર કરદાતાઓ તેમજ પેન્શનરોને ફાયદો થયો છે. જો કે, જૂની કર વ્યવસ્થા હેઠળ કપાત રૂ. 50,000 પર યથાવત રહેશે. ફેમિલી પેન્શનરો માટે, કપાત નવી વ્યવસ્થા હેઠળ રૂ. 15,000 થી વધીને રૂ. 25,000 થશે. આ પગલાથી ચાર કરોડ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરોને ફાયદો થશે.

નવા ટેક્સ માળખું નીચે મુજબ રહેશે

TAX SLABS (RS)RATES (%)
0- Rs 3 lakhNil
Rs 3-7 lakh5%
Rs 7-10 lakh10%
Rs 10-12 lakh15%
Rs 12-15 lakh20%
Above Rs 15 lakh30%

પરિણામે, નવી કર વ્યવસ્થામાં પગારદાર વ્યક્તિ આવકવેરામાં રૂ. 17,500 બચાવે છે. સરકારે પ્રત્યક્ષ વેરામાં રૂ. 29,000 કરોડની આવક છોડવી પડશે. સરકારે વ્યક્તિગત આવકવેરા-દાતાઓ માટે કર પ્રણાલીને સરળ બનાવવા માટેના પગલાંનું વચન પણ આપ્યું હતું, જે વર્ષોથી લેવામાં આવેલા પગલાંને અનુરૂપ છે, ખાસ કરીને નવી, સરળ કરવેરા વ્યવસ્થાની રજૂઆત.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) કર્મચારીઓના મૂળભૂત પગારમાં નોકરીદાતાઓના યોગદાન પરની કપાત 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવી છે. આ નવા શાસન હેઠળ જાહેર ક્ષેત્રની કંપનીઓ, ખાનગી ક્ષેત્રને લાગુ પડશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)