યુનિયન AMCએ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કર્યું
અમદાવાદ, 23 ઓગસ્ટ : યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (યુનિયન એએમસી)એ તેની ન્યુ ફંડ ઓફરિંગ (એનએફઓ) યુનિયન મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ રોકાણકારોનું ફંડ ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇનસ્ટ્રુમેન્ટ્સ, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડના યુનિટ અથવા સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) તથા આરઇઆઇટી અને InvITsના યુનિટ્સ જેવી વિવિધ એસેટ ક્લાસમાં ફાળવશે. યુનિયન મલ્ટી એસેટ એલોકેશન ફંડ (ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) એનએફઓ સબસ્ક્રિપ્શન માટે 20 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલ્યો છે 03 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. ફંડ હાઉસ ટોપ-ડાઉન અને બોટમ-અપ સ્ટોક સિલેક્શન દ્વારા ભંડોળના આશરે 65-80 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકશે.
આ ઉપરાંત સ્કીમ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આશરે 10-25 ટકા ફાળવશે તેમજ રોકાણ પહેલાં ક્રેડિટ ગુણવત્તા, તરલતા, વ્યાજ દરો અને આઉટલૂક જેવા મેટ્રિક્સ પર ધ્યાન આપશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)