રાષ્ટ્રીય, સપ્ટેમ્બર 18, 2024: UOW  એટલે કે યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ વિશ્વની ટોચની છ ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે અને એસોસિયેશન ટુ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) દ્વારા માન્ય છે.ભારતમાં ઍજ્યુકેશનનો બેઝ બનાવવા માટેની પ્રારંભિક ઉચ્ચ ક્રમની ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પૈકીની એક ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ-ઇન્ડિયા (UOW ઇન્ડિયા) દ્વારા આગામી નવેમ્બરમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આજે ‘ધી ઇનોગરલ સ્કોલરશિપ’ ની જાહેરાત કરવામાં આવી છે. આ વિશિષ્ટ શિષ્યવૃત્તિ કમ્પ્યુટિંગ અને ફિનટેક પ્રોગ્રામ્સ માટે પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને નોંધપાત્ર આર્થિક લાભ પૂરા પાડશે. ઉચ્ચ શિક્ષણ તરફની તેમની સફરને વધારે સરળ, સુલભ અને લાભકારક બનાવશે. તા.4 ઑક્ટોબર, 2024 સુધીમાં ડિપોઝિટ ભરનારા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડનારી આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓની ટ્યૂશન-ફીમાં નોંધપાત્ર ઘટાડો થશે. નવેમ્બર-2024થી શરૂ થતા કોર્સ માટે પ્રથમ સેમેસ્ટર માટે તમામ માસ્ટર્સ ડીગ્રી માટે ટ્યૂશન-ફીમાં 50 ટકાની છૂટ તથા તમામ ગ્રેજ્યુએટ માટે 25 ટકાની છૂટ આપવામાં આવશે.

નવેમ્બર-2024ના મહિનામાં UOW ઇન્ડિયામાં સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોની શ્રેણી શરૂ થશે, જેમાં માસ્ટર્સ ઓફ કમ્પ્યુટિંગ (ડેટા એનાલિટિક્સ), કમ્પ્યુટિંગમાં ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ, માસ્ટર ઓફ ફાયનાન્સિયલ ટેક્નોલોજી, એક્સ્ટેન્ડેડ માસ્ટર ઓફ ફાયનાન્સિયલ ટેક્નોલોજી અને ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ ઇન ફાયનાન્સિયલ ટેક્નોલોજી. વિકસી રહેલા વૈશ્વિક જૉબ-માર્કેટની માંગ સાથે કદમ મિલાવવા અને ઝડપથી બદલાતી જતી દુનિયામાં સફળતા માટે આ પ્રોગ્રામ્સ જરૂરી કૌશલ્યો અને કુશળતાથી વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે કાળજીપૂર્વક બનાવવામાં આવેલા છે. અરજી કરવા માટે વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ ડીગ્રી અથવા સંબંધિત કાર્ય અનુભવ અને સંતોષકારક અંગ્રેજી ભાષાના મૂલ્યાંકનની જરૂર રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)