5 GWh ક્ષમતા હાંસિલ કરવા માટે Jindal India Renewable Energy એ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં પ્રવેશ કર્યો
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2024:જિંદાલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી બીસી જિંદાલ ગ્રૂપ હેઠળ કાર્ય કરે છે, જેની સ્થાપના 1952માં શ્રી બીસી જિંદાલ કરવામાં આવી હતી. મૂળ રૂપે સ્ટીલ પાઇપ અને ફીટીંગ્સ ઉત્પાદક, આ ગ્રુપ પાવર સેક્ટરમાં નોંધપાત્ર વિસ્તાર સાથે ભારતનું અગ્રણી ગ્રુપ બની ગયું છે. JIRE ની પહેલ, ઊર્જામાં વિવિધતા લાવવા માટે ભવિષ્ય પ્રગતિશીલ અભિગમ અપનાવે છે. તેની શરૂઆતના મૂળમાં પર્યાવરણીય સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને, બીસી જિંદાલ ગ્રૂપની પ્રતિબદ્ધતા, ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણની જાળવણી માટેના પ્રામાણિક સમર્પણથી ઘણી મજબૂત છે.
જિંદાલ ઇન્ડિયા રિન્યુએબલ એનર્જીએ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) માં પ્રવેશવાની જાહેરાત કરી. કંપની 2025 સુધીમાં એલએફપી કેમિસ્ટ્રી સાથે 1 GWh બેટરી પેક એસેમ્બલી લાઇન બનાવવાની યોજના ધરાવે છે અને 2027 સુધીમાં 5 GWh ક્ષમતા સાથે બેટરી સેલનું ઉત્પાદન શરુ કરશે.પર્યાવરણને અનુકૂળ ભવિષ્યનું સરકારનું લક્ષ્ય હાંસલ કરવા માટે નવીનીકરણીય ઊર્જા પરના નીતિગત દબાણને કારણે, આ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.
ટેક્નોલોજી તરીકે BESS, વીજ પુરવઠામાં સ્થિરતા, કાર્યક્ષમ સંગ્રહ અને સૌથી મહત્વપૂર્ણ, સૌથી વધુ માંગ દરમિયાન વીજ પુરવઠાના મુદ્દાને હલ કરીને FDRE/RTC માંગને પૂર્ણ કરે છે, અને એવી આશા છે કે ભારતીય BESS બજાર, 2032 સુધી 11.41 ટકાના પ્રભાવશાળી CAGR પર વૃદ્ધિ પામશે, જે આ ક્ષેત્ર દ્વારા આપવામાં આવતી મહત્વપૂર્ણ તકોને રેખાંકિત કરે છે.આ જાહેરાત જિંદાલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી (JIRE) ના સૌર, પવન, હાઇબ્રિડ અને FDRE મોડ્સમાંથી 5 GW પાવર જનરેટ કરવાના લક્ષ્યને અનુરૂપ કરવામાં આવી છે. આ સાથે, JIRE સૌર માંગ પુરી કરવા માટે ભવિષ્યમાં PV સેલ અને મોડ્યુલ્સનું પણ ઉત્પાદન કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)