અમદાવાદ, 20 જાન્યુઆરીઃ વેદાંતા રિસોર્સીસે આંતરરાષ્ટ્રીય ડેટ કેપિટલ માર્કેટ્સમાં નવા ડ્યુઅલ ટ્રેન્ચ ઇશ્યૂઅન્સ દ્વારા 1.1 અબજ ડોલર એકત્રિત કર્યા છે, એમ સિંગાપોર એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ બોન્ડ ઇશ્યૂઅન્સમાં બે તબક્કાનો સમાવેશ થાય છે – 9.475 ટકાના વ્યાજ દરે 5.5 વર્ષના સમયગાળાના 550 મિલિયન ડોલરનો તબક્કો અને 9.850 ટકા વ્યાજ દરે 8.25 વર્ષના સમયગાળાના 550 મિલિયન ડોલરનો તબક્કો. બંને તબક્કામાં રોકાણકાર તરફથી મજબૂત માંગ જોવા મળી હતી જેમાં બોન્ડ્સને 135થી વધુ એકાઉન્ટ્સથી 3.4 અબજ ડોલરના ફાઇનલ ઓર્ડર્સ મળ્યા હતા જે 3.1 ગણું ઓવરસબ્સ્ક્રીપ્શન દર્શાવે છે, એમ કંપનીએ જણાવ્યું હતું. કુલ પ્રાપ્ત થનારી રકમનો વીઆરએલના બાકી બોન્ડ્સની પૂર્વચૂકવણી અને અન્ય સંબંધિત વ્યવહાર સોદા ચૂકવવા માટે ઉપયોગ કરવામાં આવશે.

આખરી બોન્ડ ફાળવણીમાં 5.5 વર્ષના તબક્કા માટે એશિયાના 61 ટકા, ઇએમઇએના 30 ટકા અને અમેરિકાના 9 ટકા અને 8.25 વર્ષના તબક્કા માટે એશિયાના 54 ટકા, ઇએમઇએના 30 ટકા અને યુએસના 16 ટકાનો સમાવેશ થાય છે.

ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અજય ગોયલે જણાવ્યું હતું કે છેલ્લો સોદો વેદાંતાના રિસ્ટ્રક્ચર્ડ બોન્ડ્સનું સંપૂર્ણ રિફાઇનાન્સિંગ દર્શાવે છે.

વીઆરએલે સતત ચાર આંતરરાષ્ટ્રીય બોન્ડ સોદામાં સપ્ટેમ્બર 2024થી અમેરિકી ડોલર બોન્ડ્સમાં 3.1 અબજ ડોલર રિફાઇનાન્સ કર્યા છે. વેદાંતા દ્વારા એકત્રિત કરાયેલા યુએસડી બોન્ડ્સનું કુલ પ્રમાણ 2022થી કોઈ ભારતીય ઇશ્યૂઅર દ્વારા એકત્રિત કરાયેલી સૌથી મોટી રકમ છે. આ ઇશ્યૂઅન્સ વીઆરએલ માટે એક મહત્વનું પગલું છે જેણે છેલ્લા 3 વર્ષમાં તેનું દેવું 4.6 અબજ યુએસ ડોલર ઘટાડ્યું છે જે તેને એક દાયકામાં તેના સૌથી નીચા સ્તરે છે.

તાજેતરની ગતિવિધિઓને જોતાં બે મોટી એજન્સીઓ મૂડીઝ અને એસએન્ડપી ગ્લોબલે વીઆરએલ અને તેના ઇન્સ્ટ્રુમેન્ટ્સનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. 13 જાન્યુઆરીએ મૂડીઝે જણાવ્યું હતું કે તેણે વીઆરએલના કોર્પોરેટ ફેમિલી રેટિંગને B2 થી વધારીને B1 કર્યું હતું અને વીઆરએલ દ્વારા ગેરંટીડ સિનિયર અનસિક્યોર્ડ બોન્ડ્સનું B3 થી B2 કર્યું હતું જે ખૂબ મહત્વનું અપગ્રેડ છે જ્યારે સ્ટેબલ આઉટલૂક જાળવી રાખ્યું છે. મૂડીઝે વીઆરએલના સૂચિત સિનિયર અનસિક્યોર્ડ બોન્ડ ઇશ્યૂઅન્સને B2 રેટિંગ આપ્યું છે.

એસએન્ડપી ગ્લોબલે પણ 13 જાન્યુઆરીએ વીઆરએલના સિનિયર અનસિક્યોર્ડ નોટ્સ પર B નું પ્રિલિમિનરી રેટિંગ આપ્યું હતું. હાલના કરતાં આ ખૂબ નોંધપાત્ર અપગ્રેડ છે. તેણે ક્રેડિટ પરનું રેટિંગ પોઝિટિવ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)