Vi બિઝનેસે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે IoT પોર્ટફોલિયો વિસ્તાર્યો
અમદાવાદ, 11 ડિસેમ્બર:Vi ની એન્ટરપ્રાઇઝ કંપની અને ભારતની અગ્રણી IoT સોલ્યુશન્સ પ્રોવાઇડર Vi બિઝનેસે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન્સ (CGD) માટે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે તેના એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (AMI) પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે.
કંપની સ્માર્ટ મીટર એનર્જી ઇકોસિસ્ટમમાં અગ્રણી છે અને તેણે ભારતમાં 2018માં પહેલી વખત તેને લાગુ કરી હતી. Vi બિઝનેસ ભારતના ઝડપથી વિકસી રહેલા સીજીડી સેક્ટરની જરૂરિયાતો પૂરી કરવા માટે હવે તેની IoT તથા એએમઆઈ ક્ષમતાઓ વિસ્તારી રહી છે. આ પહેલ યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા, ઓપરેશનલ સ્ટાન્ડર્ડ્સને ઊંચે લઈ જવા તથા વિવિધ એનર્જી વેલ્યુ ચેઇનમાં ડિજિટલ મીટરિંગની સ્વીકૃતિને વેગ આપવા માટે સરકારના પ્રયાસોને ટેકો આપવા માટે Vi ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
Vi બિઝનેસનું સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન નેરોબેન્ડ- IoT ટેકનોલોજી અને મજબૂત કમ્યૂનિકેશન નેટવર્કનો ઉપયોગ કરે છે જેથી સીજીડી ઓપરેટરોને કાર્યકારી કાર્યક્ષમતા વધારવામાં અને બિલિંગની ચોકસાઈ સુધારવામાં મદદ મળે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
