અમદાવાદ, 22 ફેબ્રુઆરી: વિક્રમ સોલાર લિમિટેડ, ભારતના સોલાર ફોટો-વોલ્ટેક (PV) મોડ્યૂલના અગ્રણી નિર્માતા દ્વારા તેમની પશ્ચિમ બંગાળની ફાલ્ટા ફેસિલિટીની ઉત્પાદન ક્ષમતામાં 1 GWનો ધરખમ વધારો સફળતાપૂર્વક કરવામાં આવ્યો. તે ઉપરાંત ચેન્નઈ, તમિલનાડુની ઓરાગાદમ ફેસિલિટીની મેન્યુફેક્ચરિંગ લાઇનમાં પણ TOPCON અને HJT સહિતના વધુ કાર્યક્ષમ ટેક્નોલોજી મોડ્યૂલ ઉત્પાદન કરવા માટેની ફેસિલિટી પણ અપગ્રેડ કરવામાં આવી છે.

આ વ્યૂહાત્મક પહેલને લીધે વિક્રમ સોલારના નેમપ્લેટ વાર્ષિક ઉત્પાદનમાં 4.5 GW જેટલો ધરખમ ઉછાળો શક્ય બનશે, જેને કારણે રિન્યૂએબલ ઊર્જાના સેક્ટરમાં કંપનીના વિકાસમાં નોંધપાત્ર પગલું શક્ય બનશે. આ ફાલ્ટા પ્રોજેક્ટ, જે 5 ડિસેમ્બર, 2024ના રોજ માત્ર જરૂરી સંસાધનોના ઇન્સ્ટૉલેશનથી શરૂ થયો હતો, હવે તેની ક્ષમતામાં 1GWના યોજનાબદ્ધ વિકાસને સફળતાપૂર્વક સંપાદન કર્યો છે. આ ઉપરાંત, 19 જુલાઈમાં ચેન્નઈમાં લૉન્ચ કરવામાં આવેલા વિકાસના પ્રોજેકટને પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે, જેને કારણે ઓરાગાદમ ફેસિલિટીની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં પણ વધારો થયો છે.

ગ્યાનેશ ચૌધરી, વિક્રમ સોલારના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વધુમાં આગળ જણાવે છે કે “વિક્રમ સોલારના કોલકાતા અને ચેન્નઈની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારાને કારણે સસ્ટેનેબલ ઊર્જાના નિરાકરણો પ્રદાન કરવાની અમારી ક્ષમતામાં વધારો શક્ય બનાવવામાં મદદ મળશે. બન્ને પ્રોજેક્ટ કાર્યક્ષમતા વધારવાના અને આંતરરાષ્ટ્રીય ક્વૉલિટી અને સસ્ટેનિબિલિટીના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટેની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે. આને કારણે અમે ઉચ્ચ ક્વૉલિટીના પૅનલ સપ્લાય કરવાનું સુનિશ્ચિત કરી શકીશું તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પણ પરિપૂર્ણ કરીશું. સ્વચ્છ અને હરિયાળા ભવિષ્યને સાકાર કરવાના અમારા પ્રયાસોમાં આ વધુ એક સીમાચિહ્ન સાબિત થશે.”

વિસ્તૃત કરેલી આ ક્ષમતા અને અપગ્રેડ કરેલી મેન્યુફેક્ચરિંગ લાઇન, વિક્રમ સોલારની ઇનોવેશન અને ઓપરેશનની કામગીરીને લાંબા સમયગાળે પણ ટકી શકવાની પ્રતિબદ્ધતા પર ભાર આપે છે. 4.5GWની સંયુક્ત નેમપ્લેટ ક્ષમતા સાથે વિક્રમ સોલાર, રિન્યૂએબલ ઊર્જા અપનાવવાના વૈશ્વિક માપદંડ પર નોંધપાત્ર અસર કરવાની સ્થિતિમાં છે, જે ભારતની ગ્રીન ઊર્જા પર શિફ્ટ થવાના તેના અગ્રેસરતાની ભૂમિકાને પણ સશક્ત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)