અમદાવાદ, 18 એપ્રિલઃ દેશનો સૌથી મોટો રૂ. 18000 કરોડનો વોડાફોન આઈડિયાનો એફપીઓ સબ્સક્રિપ્શનના પ્રથમ દિવસે કુલ 29 ટકા જ ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારો દ્વારા માત્ર 7 ટકા અરજી કરવામાં આવી છે. જો કે, ક્યુઆઈબી પોર્શન 67 ટકા સબ્સક્રાઈબ્ડ થયો હતો. એનઆઈઆઈ પોર્શન 31 ટકા ભરાયો છે.

વોડાફોન આઈડિયા ટેક્નોલોજી અને 5જી લોન્ચિંગ મામલે તેની હરિફોની તુલનાએ પાછળ છે. જે સતત તેના દેવામાં ઘટાડો કરી ફંડિંગ એકત્ર કરવા પ્રયાસ કરી છે. એન્કર ઈન્વેસ્ટર્સે એફપીઓમાં કુલ રૂ. 5400 કરોડનું ફંડિંગ કર્યું છે. જેમાં GQG Partners, મોર્ગન સ્ટેન્લી, ફિડેલિટી, FIAM ગ્રુપ, UBS ફંડ મેનેજમેન્ટ સહિત 74 સંસ્થાકીય રોકાણકારો સામેલ છે. જિયોજિત સિક્યુરિટીઝે ઈશ્યૂ સબ્સક્રાઈબ કરવા સલાહ આપી છે. જ્યારે મોટાભાગના બ્રોકરેજ હાઉસ એક્સિ કેપટલ, કેનેરા બેન્ક સિક્યુરિટીઝે કોઈ રેટિંગ આપ્યું નથી.

ગ્રે માર્કેટમાં 12 ટકા પ્રીમિયમ

વોડાફોન આઈડિયાના એફપીઓ માટે ગ્રે માર્કેટમાં 12 ટકા પ્રીમિયમ અર્થાત રૂ. 1.47 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. કંપની રૂ. 11ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 18000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ટેલિકોમ કંપની એફપીઓ હેઠળ એકત્રિત ફંડમાંથી રૂ. 12750 કરોડનું ફંડ નવા 4જી અને 5જી ક્ષમતાઓ સ્થાપિત કરવા નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે સાધનોની ખરીદી પાછળ કરશે. ડોટ અન જીએસટીને રૂ. 2175.31 કરોડની બાકી ચૂકવશે. તેમજ બાકી વધેલા ફંડનો ઉપયોગ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)