Waaree Energiesનો IPO 21 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 1427-1503

અમદાવાદ, 17 ઓક્ટોબર, 2024 – વારી એનર્જીસ લિમિટેડ સોમવાર 21 ઓક્ટોબર, 2024ના રોજ ઇક્વિટી શેર્સનો આઈપીઓ (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખ 18 ઓક્ટોબર, 2024ના છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 23 ઓક્ટોબર, 2024 છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 1,427થી રૂ. 1,503 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 9 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 9 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.ઓફરમાં રૂ. 36,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“Fresh Issue”) અને 48,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (“Offered Shares”) નો સમાવેશ થાય છે.
IPO ખૂલશે | 21 ઓક્ટોબર |
IPO બંધ થશે | 23 ઓક્ટોબર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 1427/1503 |
બિડ લોટ | 9 શેર્સ |
IPO સાઇઝ | 28752095શેર્સ |
IPO સાઇઝ | રૂ.4,321.44કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
BUSINESSGUJARAT RATING | 5/10 |
લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેફ્રીઝ ઈન્ડિયા , નોમુરા ફાઇનાન્શ્યિલ એડવાઈઝરી , એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીઝ અને આઈટીઆઈ કેપિટલ છે.
લિસ્ટિંગઃ કંપનીના ઇક્વિટી શેર્સ BSE અને NSE પર લિસ્ટ કરવાની યોજના છે.
ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
કંપની દ્વારા ફ્રેશ ઈશ્યુ મારફત એકત્ર થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ ઓડિશા, ભારતમાં (“પ્રોજેક્ટ”) માં ઇનગોટ વેફર, સોલાર સેલ અને સોલર પીવી મોડ્યુલ ઉત્પાદન સુવિધાની 6GW ની સ્થાપનાના ખર્ચને ભાગ ફાઇનાન્સ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાનો છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Jun24 | Mar24 | Mar23 | Mar22 |
Assets | 11989.48 | 11314 | 7415 | 2237 |
Revenue | 3496.41 | 11633 | 6860 | 2946 |
PAT | 401.13 | 1274 | 500 | 79.65 |
Net Worth | 4471.71 | 4075 | 1826 | 427 |
Reserves | 2,464.69 | 3825 | 586 | 230 |
Borrowing | 261.24 | 317 | 274 | 313 |
Waaree Energies Limited એ 1990 માં 12 GW ની એકંદર સ્થાપિત ક્ષમતા સાથે સૌર PV મોડ્યુલોની ભારતીય ઉત્પાદક છે. 31 માર્ચ, 2024 અને માર્ચ 31, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે Waaree Energies Limitedની આવકમાં 70% અને કર પછીનો નફો (PAT) 155% વધ્યો.
સૌર ઉર્જા ઉત્પાદનોના ઉત્પાદન પોર્ટફોલિયોમાં મલ્ટિક્રિસ્ટલાઇન મોડ્યુલો, મોનોક્રિસ્ટલાઇન મોડ્યુલો અને ટોપકોન મોડ્યુલ્સમાં ફ્લેક્સિબલ બાયફેસિયલ મોડ્યુલ્સ (મોનો PERC), બંને ફ્રેમવાળા અને અનફ્રેમ, તેમજ બિલ્ડિંગ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (BIPV) મોડ્યુલોનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)