Wipro Q1 PAT 12% વધીને રૂ. 2,870 કરોડ
મુંબઈ, 13 જુલાઇઃ વિપ્રોએ જૂન-23ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,870 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષની તુલનાએ 12 ટકા વધ્યો છે. કોન્સોલિડેટેડ આવકો 6 ટકા વધી રૂ. 22,831 કરોડ થઈ છે. કોન્સ્ટન્ટ કરન્સી (CC)ની શરતોમાં, ત્રિમાસિક ગાળામાં આવકો ક્રમિક રીતે લગભગ 3% ઘટી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે, બેંગલુરુ સ્થિત કંપનીએ IT સેવાઓની આવક $2,722-2,805 મિલિયનની રેન્જમાં રહેવાનો અંદાજ છે. ડૉલરના સંદર્ભમાં, જૂન ક્વાર્ટરમાં IT સેવાઓની આવક વાર્ષિક ધોરણે 0.8% વધીને $2,778.5 મિલિયન થઈ છે. IT સેવાઓનું ઓપરેટિંગ માર્જિન 16% પર હતું, જે 112 bpsનો ગ્રોથ છે. પરંતુ ક્રમિક રીતે લગભગ 3 bps નીચે છે. ઓપરેશનલ કામગીરી અંગે CFO જતીન દલાલે જણાવ્યું હતું કે, “ઓપરેશનલ સુધારણા પર અમારું ફોકસ સુનિશ્ચિત કરે છે કે આવકના નરમ માહોલમાં પણ માર્જિન સ્થિર રહેશે.” વિપ્રોએ તાજેતરમાં રૂ. 12,000 કરોડનો શેર બાયબેક પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો, તેણે ત્રિમાસિક ગાળા દરમિયાન તેની ચોખ્ખી આવકના 130% પર મજબૂત ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ કર્યો હતો.
કર્મચારીઓની સંખ્યા ઘટી: જૂનના અંત સુધીમાં વિપ્રોની કુલ હેડકાઉન્ટ 2,49,758 હતી. ચોખ્ખા કર્મચારીઓની સંખ્યા પાછલા ક્વાર્ટર કરતાં 8812 ઘટી હતી. 12-મહિનાનો એટ્રિશન રેટ એક ક્વાર્ટર પહેલા 19.4%ની સરખામણીએ 17.3% પર આવવા સાથે છટણીમાં ઘટાડો થયો છે. ભૌગોલિક કામગીરીના સંદર્ભમાં, અમેરિકા 2 પ્રદેશમાં જૂન ક્વાર્ટરમાં 3.7% નો ક્રમિક ઘટાડો જોવા મળ્યો, જ્યારે યુરોપમાં 1.5%નો ઘટાડો જોવા મળ્યો.
પરિણામોના પગલે શેર NSE પર 0.6% વધીને રૂ. 394.30 પર બંધ થયો હતો.
ફેડરલ બેન્કનો Q1 ચોખ્ખો નફો 42% વધ્યો, શેર 5 ટકાથી વધુ તૂટ્યો
ફેડરલ બેન્કે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં રૂ. 854 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 601 કરોડ સામે 42 ટકા વધ્યો છે. વ્યાજની આવક 20 ટકાના ઉછાળા સાથે રૂ. 1,919 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો રૂ. 1,605 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે બેન્કના ચોખ્ખા નફામાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. જે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન રૂ.903 કરોડ હતો. બેન્કે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન રૂ. 1302 કરોડનો ઓપરેટિંગ નફો મેળવ્યો હતો. ગયા વર્ષના જૂન ક્વાર્ટરની સરખામણીએ તેમાં 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લોનની જોગવાઈ વાર્ષિક ધોરણે સાત ટકા ઘટીને રૂ. 155 કરોડ થઈ હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 167 કરોડ રૂપિયા હતો. બેન્કની ગ્રોસ એનપીએ ઘટીને 2.38 ટકા થઈ છે. ગયા વર્ષે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન બેંકની ગ્રોસ એનપીએ 2.69 ટકા હતી. દરમિયાન, નેટ એનપીએ ઘટીને 0.69 ટકા થઈ છે.
શેર 5% ઘટ્યોઃ ફેડરલ બેન્કના શેરનો ભાવ આજે 5.70 ટકા ઘટીને રૂ. 126.60 થયો હતો. પાછલા સત્રમાં આ શેરની કિંમત 134.25 રૂપિયાના સ્તરે હતી.