બેંગાલુરુ, ભારત, 26 સપ્ટેમ્બર, 2024:  કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે વિશ્વનું સૌથી મોટું મેનેજ્ડ માર્કેટપ્લેસ ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગે ભારતની સૌથી મોટી પાવર કંપની એનટીપીસી તરફથી બીજો મોટો ઓર્ડર મેળવ્યાની આજે જાહેરાત કરી હતી. આ ઓર્ડર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં 1,200 મેગાવોટ ખાવડા સોલર પ્રોજેક્ટ માટે ફરજિયાત સાધનો સહિત 1,515 MWp એએલએમએમ-કમ્પ્લાયન્ટ અને ભારતમાં બનેલા સોલર પીવી મોડ્યુલ્સના ઉત્પાદન તથા સપ્લાય માટેનો છે.

ZETWERK એ 2023માં NTPC રિન્યૂએબલ્સ તરફથી મેળવેલા અગાઉના ઓર્ડર કરતાં આ ઓર્ડર ચાર ગણો મોટો છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતમાં બનેલા સોલર પીવી મોડ્યુલ્સની કંપનીએ કરેલી સતત ડિલિવરીએ તેને ભારતના રિન્યૂએબલ એનર્જી સેક્ટર માટે એક વિશ્વસનીય પાર્ટનર તરીકે સ્થાપિત કરી છે.ઝેટવર્ક માત્ર 210 દિવસમાં જ આ ઓર્ડર પૂરો કરશે જે ખૂબ જ ઝડપથી મોટા ઓર્ડર પૂરા કરવાની તેની ચપળતા તથા ક્ષમતા દર્શાવે છે. અગાઉ ઝેટવર્ક જેએસડબ્લ્યુ એનર્જી, તિસ્તા સોલર લિમિટેડ, કોન્ટિનમ એનર્જી અને અન્ય જેવી કંપનીઓ માટે સોલર તથા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે પસંદગીની ભાગીદાર રહી છે.

ZETWERK નો એનર્જી ટ્રાન્ઝિશન બિઝનેસ એમએસઆઈ, સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ, બેટરી પેક્સ અને ચાર્જર્સ મેન્યુફેક્ચરિંગ, બીઈએસએસ સોલ્યુશન્સ જેવા તમામ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ડાયવર્સિફાઇડ છે. તે પ્રોક્યોરમેન્ટ, ડિઝાઇનિંગ, ઓપરેશન્સ, ટેન્ડરિંગ અને સાઇટ ટીમમાં વિવિધ વિભાગોમાં સેવાઓ પૂરી પાડતા 450થી વધુ કર્મચારીઓની ટીમ ધરાવે છે. તે ઉપર જણાવેલા કામો માટે મૂલ્યાંકન અર્થે તેની પોતાની ઇન-હાઉસ આરએન્ડડી ટીમ ધરાવે છે.

ભારત ઉપરાંત ઝેટવર્ક ઉચ્ચ ગુણવત્તાના સોલર પાઇલ્સ, ઇક્વિપમેન્ટ અને મોડ્યુલ્સમાં વિશેષતા સાથે અમેરિકામાં સોલર ઇન્ડસ્ટ્રીમાં મોખરે છે. ઝેટવર્ક ટકાઉ અને એએસટીએમ-કમ્પ્લાયન્ટ સોલર પાઇલ્સ, વ્યાપક રેન્જના સોલર ઉપકરણો, નવીનતમ મોનોપર્ક અને ટોપકોન ટેક્નોલોજી ધરાવતા સોલર મોડ્યુલ્સ જેવા અમેરિકામાં વ્યાપક શ્રેણીના સોલ્યુશન્સ પૂરા પાડે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)