10 બેન્ક SHARES વર્ષની ટોચે, નેટ એસેટ ક્વોલિટી અને લોન ગ્રોથમાં વધારો
અમદાવાદ: ભારતીય શેરબજારોમાં શરૂ થયેલી ધીમી સુધારાની ચાલમાં 10 બેન્કોના શેર વર્ષની ટોચે પહોંચ્યા છે. એસબીઆઈ, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, મહારાષ્ટ્ર બેન્ક, સાઉથ બેન્ક, યુનિયન બેન્ક, યુકો બેન્ક, ડીસીબી બેન્ક, ફેડરલ બેન્ક, અને કર્ણાટક બેન્કના શેર્સમાં સંગીન સુધારા સાથે વર્ષની ટોચ જોવા મળી છે.
આરબીઆઈ દ્વારા બેન્કો અને ફાઈનાન્સ સેક્ટરની લિક્વિડિટીમાં વધારો કરવા લેવામાં આવેલા પગલાં તેમજ એસેટ ક્વોલિટીમાં સુધારા સાથે મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે છેલ્લા કેટલાક સમયથી બેન્કિંગ અને ફાઈનાન્સ શેરમાં સુધારાનું વલણ જોવા મળ્યું છે.
52 વીક હાઇ સપાટી નોંધાવનારા બેન્કિંગ શેર
બેન્ક | બંધ | 52 વીક હાઈ | સાપ્તાહિક રિટર્ન |
બેન્ક ઓફ ઈન્ડિયા | 66.95 | 67.95 | 14 ટકા |
કેનેરા બેન્ક | 296.90 | 300.60 | 3 ટકા |
ડીસીબી બેન્ક | 119.60 | 121 | 16 ટકા |
ફેડરલ બેન્ક | 136.40 | 138.85 | 4 ટકા |
કર્ણાટક બેન્ક | 138.05 | 143 | 45 ટકા |
મહારાષ્ટ્ર બેન્ક | 22.80 | 23.15 | 10 ટકા |
એસબીઆઈ | 593.75 | 596.75 | 4 ટકા |
યુકો બેન્ક | 14.94 | 15.15 | 15 ટકા |
યુનિયન બેન્ક | 55.20 | 55.45 | 3 ટકા |
બે બેન્ક ઈટીએફ પણ વર્ષની ટોચે
સરકારી બેન્કોના શેરમાં તેજીના પગલે કોટક નિફ્ટી પીએસયુ બેન્ક ઈટીએફ 352.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે અંતે 0.91 ટકા વધી 351 પર બંધ રહ્યો હતો. નિપ્પોન ઈન્ડિયા ઈટીએફ નિફ્ટી પીએસયુ બેન્ક BeES પર 39.38 પોઈન્ટની 52 વીક હાઈ સપાટી નોંધાવ્યા બાદ અંતે 0.82 ટકા વધી 39.11 પર બંધ રહ્યો હતો.