2024: લિસ્ટેડ 26માંથી 24 SME IPOમાં પોઝિટિવ રિટર્ન
એસએમઇ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ
company | Listed | Issue Price | Current Price | Profit/ Loss |
Gabriel Pet Straps | Feb7 | 101 | 120.75 | 19.55% |
Harshdeep Hortico | Feb5 | 45 | 60.03 | 33.4% |
Megatherm Induction | Feb5 | 108 | 229.15 | 112% |
Mayank CattleFood | Feb5 | 108 | 117.15 | 8.5% |
DelaPlex | Feb2 | 192 | 308.2 | 60.5% |
Fonebox Retail | Feb2 | 70 | 180.1 | 157.3% |
Docmode HealthTech. | Feb2 | 79 | 155.05 | 96% |
Brisk Techno. | Jan31 | 156 | 164.8 | 5.6% |
Addictive Learning | Jan30 | 140 | 304.05 | 117.2% |
Konstelec Engineers | Jan30 | 70 | 258.85 | 269.8% |
Euphoria Infotech | Jan30 | 100 | 136.75 | 36.8% |
Qualitek Labs | Jan29 | 100 | 160.9 | 61% |
Maxposure | Jan23 | 33 | 109.4 | 231.5% |
Sh.Maruti nandan | Jan19 | 143 | 433.3 | 203% |
New Swan Multitech | Jan18 | 66 | 109.9 | 66.5% |
Australian Premium | Jan18 | 54 | 324 | 500% |
IBL Finance | Jan16 | 51 | 60.75 | 19% |
Kaushalya Logistics | Jan8 | 75 | 89 | 18.7% |
KayCee Energy | Jan5 | 54 | 375.1 | 594.6% |
HRH Next Services | Jan3 | 36 | 39.9 | 10.8% |
Akanksha Power | Jan3 | 55 | 109.3 | 98.7% |
Manoj Ceramic | Jan3 | 62 | 140.18 | 126.1% |
Sh.Balaji Valve | Jan3 | 100 | 224.85 | 124.8% |
AIK Pipes | Jan2 | 89 | 120.3 | 35.2% |
Sameera Agro | Jan1 | 180 | 100.1 | -44.4% |
Baweja Studios | Feb6 | 180 | 165.15 | -8.3% |
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ પ્રાઇમરી માર્કેટમાં એમએસએમઇ કંપનીઓ માટેના પ્રવેશદ્વારા સમાન એસએમઇ પ્લેટફોર્મ ખાતે 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં 26 આપીઓ લિસ્ટેડ થયા છે. તેમાંથી 24 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. સૌથી વધુ રિટર્ન આપનારા આઇપીઓમાં Kay Cee Energy 595 ટકા રિટર્ન સાથે શિરમોર રહ્યો છે.
Australian Premium Solar પણ 500 ટકા ટકા રિટર્ન સાથે બીજા ક્રમે રહ્યો છે. સૌથી ઓછું રિટર્ન Mayank Cattle Foodમાં 8.47 ટકા નોંધાયું છે. જ્યારે Sameera Agroમાં 44 ટકા અને Baweja Studiosમાં 8.25 ટકા નેગેટિવ રિટર્ન નોંધાયું છે. આઠ આઇપીઓમાં 100થી 200 ટકા પ્લસ રિટર્ન નોંધાયું છે. પાંચ આઇપીઓમાં 50થી 100 ટકા વચ્ચે રિટર્ન નોંધાયું છે. જ્યારે બાકીના 8 આઇપીઓમાં 50 ટકાથી નીચે રિટર્ન જોવા મળ્યું છે.
આ સપ્તાહે જોકે, એસએમઇ પ્લેટફોર્મ ખાતે એકમાત્ર આઇપીઓ ખૂલ્યો છે. જ્યારે એક આઇપીઓ ગુરુવારે બંધ થયો છે. જે નીચે મુજબ છે.
અલ્પેક્સ સોલરઃ અલ્પેક્સ સોલાર SME સેગમેન્ટનો એકમાત્ર IPO હશે, જે 8 ફેબ્રુઆરીએ (આજે) ખુલશે અને 12 ફેબ્રુઆરીએ બંધ થશે. સોલાર પેનલ ઉત્પાદક કંપની તેના 64.8 લાખ ઇક્વિટી શેરના પ્રથમ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 74.52 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. પ્રાઇસબેન્ડ રૂ. 109-115 છે.
ઈટાલિયન એડિબલ્સઃ ઈન્દોર સ્થિત કન્ફેક્શનરી પ્રોડક્ટ્સ નિર્માતા ઈટાલિયન એડિબલ્સ તેનો રૂ. 27 કરોડનો આઈપીઓ 7 ફેબ્રુઆરીએ બંધ થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)