અમદાવાદ, 3 મેઃ

યસ બેન્કમાંથી આજે વધુ Carlyle Group દ્વારા 2.2 ટકા હિસ્સો ઓફલોડ કર્યો છે. આજે સ્ટોક એક્સચેન્જીસ ખાતે યસ બેન્કના 63.60 કરોડ શેર્સ એવરેજ રૂ. 25ના સ્તરે વેચવામાં આવ્યા છે. આ ટ્રેન્જેક્શનની કુલ વેલ્યૂ રૂ. 1602 કરોડ છે.

યસ બેન્કની આ બ્લોક ડીલ દરમિયાન શેર એનએસઈ ખાતે 24.85ના સ્તરે ખૂલ્યા બાદ વધઈ 25.85 થયો હતો. 1 વાગ્યે 1.96 ટકા ઘટાડે 24.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ બ્લોક ડીલ ટ્રાન્જેક્શનમાં ખરીદદાર કોણ છે તે હજી જાણી શકાયુ નથી. પરંતુ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર Carlyle Group દ્વારા કંપનીમાંથી 2 ટકા હિસ્સો હળવો કરાયો છે. Carlyle Group યસ બેન્કમાં 8.74 ટકા હિસ્સો ધરાવે છે. અગાઉ પણ ફેબ્રુઆરીમાં Carlyle Group દ્વારા યસ બેન્કમાંથી 1.35 ટકા હિસ્સો રૂ. 27.10 પ્રતિ શેરના ભાવે હિસ્સો હળવો કર્યો હતો. ડીલ કુલ રૂ. 1056 કરોડમાં પૂર્ણ થઈ હતી. 2022માં Carlyle Groupએ  યસ બેન્કમાં 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

યસ બેન્કે ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફામાં 123 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી આકર્ષક પરિણામો રજૂ કર્યા છે. જેના પગલે યસ બેન્કના શેરમાં તેજી જોવા મળી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)