ઊંચા આરોગ્ય સંબંધિત જોખમો છતાં 45 વર્ષથી વધુ માત્ર 30 ટકા મહિલાઓ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ56 ટકા મહિલાઓ પાસે રૂ. 5-10 લાખનું કવરેજ, મહિલાઓમાં ઇન્સ્યોરન્સ બાબતે મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી અગ્રેસર

અમદાવાદ, 11 માર્ચઃ હેલ્થ ઇન્સ્યોરન્સની વધતી ભાગીદારી છતાં ભારતમાં મહિલાઓની એક મોટી સંખ્યા હજૂ પણ પૂરતા ઇન્સ્યોરન્સ કવચથી વંચિત છે, જેના પરિણામે તેઓ મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં આર્થિક રીતે નબળા પડી જાય છે. ઇન્સ્યોરન્સ કવચ ધરાવતી વસતીમાં મહિલાઓની હિસ્સેદારી 47 ટકા છે, જ્યારે કે 75 ટકા પાસે રૂ. 20 લાખથી વધુનું કવરેજ નથી, જે મોટાભાગે કેન્સર અને કાર્ડિયાક સર્જરી જેવી મોટી ટ્રીટમેન્ટ માટે જરૂરી હોય છે. આ અંતર મહિલાઓમાં સ્વાસ્થ્યની સુરક્ષા માટે વીમા રકમ વધારવા તથા લાંબાગાળાના નાણાકીય આયોજનની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.

ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના કન્ઝ્યુમર અન્ડરરાઇટિંગના સિનિયર વીપી દિનેશ મોસમકરે કહ્યું હતું કે, મહિલાઓમાં કેન્સર અને બીજી ગંભીર બિમારીઓના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નાણાકીય સજ્જતા અગાઉની સરખામણીમાં વધુ મહત્વપૂર્ણ બની છે. અમે હેલ્થ ઇન્સ્યોરન્સમાં સહભાગીતામાં પ્રોત્સાહક વધારો જોઇ રહ્યાં છીએ ત્યારે નીચા પોલિસી રિટેન્શન અને નીચા કવરેજ રકમ સૂચવે છે કે ઘણી મહિલાઓ પાસે પર્યાપ્ત કવરેજ નથી. પૂરતું કવરેજ સુનિશ્ચિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થકેરની એક્સેસમાં સુધારો કરવો વ્યક્તિગત સુખાકારી અને વ્યાપક હેલ્થકેર ઇકોસિસ્ટમ બંન્નેને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

ગંભીર બિમારીનું વધુ જોખમ ધરાવતી 45 વર્ષથી વધુ મહિલાઓ વચ્ચે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. 25-45 વર્ષ વચ્ચેની વીમા કવચ ધરાવતી મહિલાઓમાં આ ઉંમર બાદ પોલિસી રિટેન્શન નોંધપાત્ર ઘટી જાય છે તેમજ 45 વર્ષથી વધુ ઉંમરની માત્ર 30 ટકા મહિલાઓ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે. આ ઘટાડાને કારણે ઘણી મહિલાઓની હેલ્થકેરની જરૂરિયાત વધે ત્યારે મેડિકલ ખર્ચમાં વૃદ્ધિથી નાણાકીય ભારણનો સામનો કરવો પડે છે, જે મજબૂત નાણાકીય સુરક્ષાની તાત્કાલિક જરૂરિયાત સૂચવે છે. મહિલાઓ વચ્ચે હેલ્થ ઇન્સ્યોરન્સ કવચ પણ વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ છે. મહારાષ્ટ્ર વીમા કવચ ધરાવતી 25 ટકા મહિલાઓ સાથે અગ્રેસર છે, જે બાદ ગુજરાત અને દિલ્હી પ્રત્યેક 15 ટકા ઉપર છે. તેનાથી વિપરિત પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં આ સંખ્યા માત્ર 6 ટકા છે, જે આ પ્રદેશોમાં મજબૂત જાગૃકતા અને વીમાની પહોંચના પ્રયાસોની જરૂરિયાત સૂચવે છે.

75 ટકા મહિલાઓ પાસે પૂરતું કવરેજ ન હોવાથી મેડિકલ ટ્રીટમેન્ટનો નાણાકીય બોજ ભારે પડી શકે છે. ઉચ્ચ કવરેજ અપનાવવા, નિયમિત હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અને સક્રિય મેડિકલ સ્ક્રિનિંગને પ્રોત્સાહન આપવું એ મહિલાઓ માટે લાંબાગાળાની નાણાકીય સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય પરિણામો સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.