ભારતમાં ૯૦ ટકા ગ્રામીણ મહિલા ઉદ્યોજકો માસિક આવકનો અમુક હિસ્સો સતત બચત કરે છે
| મધ્ય પ્રદેશમાં ૧૦૦ ટકા, મહારાષ્ટ્રમાં ૯૫ ટકા અને રાજસ્થાનમાં ૭૩ ટકા મહિલાઓ તેમની આવકનો હિસ્સો બચત તરીકે બાજુમાં મૂકે છે. | સર્વે કરાયેલી ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં ૩૩ ટકા તેમની માસિક આવકમાંથી ૨૦થી ૫૦ ટકા બચાવે છે. |
મુંબઈ, 17 માર્ચ: ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં વધુ સારી નાણાકીય સ્વાયત્તતા પરિવર્તિત થઈ છે. 18 ટકા પ્રતિવાદીઓ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લે છે, જ્યારે 47 ટકા તેમના પતિ સાથે સંયુક્ત રીતે નાણાકીય નિર્ણયો લે છે. 24 ટકાએ જણાવ્યું કે તેમના પતિ સર્વ નાણાકીય નિર્ણયો લે છે અને બાકી 11 ટકા તુરંત અથવા વિસ્તારિત પરિવારના સભ્યની સલાહ લે છે. આ વહેંચણી પ્રગતિ અને પારંપરિક નિયમોનું અસ્તિત્વ એમ બંને આલેખિત કરે છે.
ડીબીએસ બેન્ક ઈન્ડિયા દ્વારા હકદર્શક સાથે સહયોગમાં ગ્રામીણ ભારતમાં મહિલા ઉદ્યોજકોની આકાંક્ષાઓ, પડકારો અને નાણાકીય વર્તન પર વ્યાપક અહેવાલ રજૂ કર્યો છે. જેમાં ત્રણ અહેવાલોનો સમાવેશ થાય છે, જે દરેક અલગ અલગ વર્ગની મહિલાઓ અને ફાઈનાન્સ પ્રત્યે તેમના વલણનો સમાવેશ થાય છે.
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગ્રામીણ જિલ્લાઓમાં 411 મહિલા ઉદ્યોજક પર સર્વે કરાયો હતો, જેમાં 402 સ્વસહાય જૂથ (એસએચજી)ના સભ્ય હતા. આ પાંચ ફોકસ ગ્રુપ ડિસ્કશન (FGD)માંથી ગુણાત્મક આંતરદ્રષ્ટિ દ્વારા પૂરક હતું, જે તેમને સૂક્ષ્મ સમજ પ્રદાન કરે છે.
નોંધનીય રીતે 90 ટકા પ્રતિવાદીઓ તેમની આવકમાંથી હિસ્સો બચાવે છે. આમાંથી 57 ટકા તેમની માસિક આવકમાંથી 20 ટકાથી ઓછી બચત કરે છે, જ્યારે 33 ટકા 20થી 50 ટકા વચ્ચે બચત કરે છે. 5 ટકા તેમની આવકના 50 ટકાથી વધુ બચત કરે છે, જ્યારે બાકી પ્રતિવાદીઓ તેમની આવકમાંથી કેટલો હિસ્સો બચાવવો જોઈએ તે બાબતે નિશ્ચિત નથી, જે સૂચવે છે કે સુધારિત નાણાકીય સાક્ષરતા અને નિયોજનની જરૂર છે. આ મહિલાઓમાં 56 ટકા બેન્ક ડિપોઝિટના રૂપમાં, 39 ટકા એસએચજી બચત કાર્યક્રમમાં ભાગ લે છે અને 18 ટકા કોઈ પણ સાધનોમાં રોકાણ કર્યા વિના રોકડ બાજુમાં રાખે છે. ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અને રિકરિંગ ડિપોઝિટ (આરડી) તેમ જ ગોલ્ડમાં રોકાણ બહુ ઓછું સામાન્ય છે, જે અનુક્રમે આ પદ્ધતિઓમાં ફક્ત 11 ટકા અને 5 ટકા રોકાણ છે. આશરે 64 ટકાએ તેમના ઉદ્યોગમાં તેમના વેપારના નફાને પુનઃરોકાણ કર્યું હતું, જે વેપાર વિસ્તરણ અને વૃદ્ધિ તરફ અભિગમને પ્રતિબિંબિત કરે છે.

બેન્કિંગ અગ્રતાઓ
સર્વે કરાયેલી ગ્રામીણ મહિલા ઉદ્યોજકો પારંપરિક બેન્કિંગ પદ્ધતિ માટે મજબૂત અગ્રતા દર્શાવે છે. મોટા ભાગની, એટલે કે, 89 ટકા મહિલા વ્યક્તિગત બેન્કિંગ કરવાની તરફેણ કરે છે, જે ડિજિટલ સેવાઓની વધતી ઉપલબ્ધતા છતાં પારંપરિક ચેનલો પર તેમનો વધુ આધાર આલેખિત કરે છે. 99 ટકા પ્રતિવાદીઓ બેન્ક અકાઉન્ટ ધરાવતી હોવા છતાં (તેમના વ્યવસાયો) ફક્ત 38 ટકા માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરે છે. આ ડિજિટલ ઉપભોક્તાઓમં 70 ટકા વેપાર લેણદેણ માટે ફક્ત યુપીઆઈ પર આધાર રાખે છે, જ્યારે 20 ટકા મોબાઈલ અથવા ઈન્ટરનેટ બેન્કિંગ સાથે યુપીઆઈને જોડે છે અને 10 ટકા ફક્ત મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરે છે. આ બહેતર ડિજિટલ નાણાકીય સાક્ષરતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નોંધનીય તક હોવાનું દર્શાવે છે, જેથી ગ્રામીણ ઉદ્યોજકો ડિજિટલ બેન્કિંગના સંપૂર્ણ લાભ લઈ શકે.
ધિરાણને પહોંચ
સર્વે અનુસાર 36 ટકા ગ્રામીણ મહિલા ઉદ્યોજકોએ અંગત બચતોનો ઉપયોગ કરીને તેમનો વેપાર શરૂ કર્યો છે, જ્યારે 25 ટકા લોન પર આધાર રાખે છે. ઉપરાંત 29 ટકાએ લોન સાથે તેમની બચતો જોડી છે અથવા પરિવાર અને મિત્રો પાસેથી ઋણ લીધું છે, જે વિધિસર અને અવિધિસર નાણાકીય સ્રોતોનો ઉપયોગ દર્શાવે છે. નોંધનીય રીતે આમાંથી 9 ટકા મહિલાઓ માટે પરિવાર અને મિત્રો મુખ્ય ભંડોળના સ્રોત હતા, જે નાના વેપારોને ટેકો આપવા માટે સામાજિક નેટવર્કસની ભૂમિકા દર્શાવે છે.
લગભગ 80 ટકા સંરક્ષિત ફન્ડિંગ એસએચજી અને/ અથવા અન્ય ધિરાણ ચેનલોના સંયોજન થકી કરાયું હતું, જ્યારે 43 ટકાએ ફક્ત એસએચજી પાસેથી લોન પર આધાર રાખ્યો હતો. 15 ટકા પ્રતિવાદીઓએ જણાવ્યું કે તેમણે સરકારી ધિરાણ યોજનાઓનો લાભ લીધો છે. આ તારણો ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં આ યોજનાઓની જાગરૂકતા અને સુલભતા વધારવા અને સુલભતા વધારવાની તક રજૂ કરે છે.
વૃદ્ધિની આકાંક્ષાઓ
વેપાર વિસ્તારવા માટે ગ્રામીણ મહિલા ઉદ્યોજકોએ ઉદ્યોગ અને સરકાર પાસેથી (72 ટકા) ટેકો મેળવ્યો, ડિજિટલાઈઝેશન સાથે સહાય (39 ટકા), વ્યવસાય માર્ગદર્શન (35 ટકા) અને નેટવર્કિંગ તકો (32) હતી. ફોકસ ગ્રુપે પ્રતિવાદીઓમાં સમુદાય વિકાસ પ્રત્યે મજબૂત કટિબદ્ધતા દર્શાવી, જેઓ તેમનાં ગામમાં અન્ય મહિલાઓ માટે નોકરીઓ નિર્માણ કરવાની આકાંક્ષા ધરાવે છે.
ડીબીએસ બેન્ક ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રુપ સ્ટ્રેટેજિક માર્કેટિંગ તેમ જ કમ્યુનિકેશન્સના હેડ અઝમત હબીબુલ્લાએ જણાવ્યું હતું કે, 2024ના વર્લ્ડ બેન્કના અંદાજ સંકેત આપે છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓની માલિકીના વેપારો દ્વારા 22થી 27 મિલિયન વ્યક્તિઓને નોકરી અપાઈ છે, જે સ્થાનિક અર્થવ્યવસ્થામાં તેમના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
