HDFC બેંકે HDFC બેંક સ્માર્ટ સાથી ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું
અમદાવાદ, 2 મે: HDFC બેંકે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ (ડીડીપી) ‘HDFC બેંક સ્માર્ટ સાથી’ લૉન્ચ કર્યું છે જે ડિજિટલ રીતે સક્ષમ ટેકનોલોજી આર્કિટેક્ચર પર નિર્માણ પામેલું અત્યાધુનિક સોલ્યુશન છે. આ પ્લેટફૉર્મ બિઝનેસ કૉરેસ્પોન્ડેન્ટ્સ (બીસી) અને બિઝનેસ ફેસિલિટેટર્સ (બીએફ)ને બેંક સાથે જોડવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ કરશે.
નાણાકીય સેવા વિભાગના સચિવ વિવેક જોશી તથા HDFC બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, અલ્ટર્નેટ બેંકિંગ ચેનલ્સ અને પાર્ટનર્શિપ્સ, ઇન્ક્લુસિવ બેંકિંગ ગ્રૂપ અને સ્ટાર્ટ-અપ્સના ગ્રૂપ હેડ સ્મિતા ભગત દ્વારા દિલ્હીમાં ‘HDFC બેંક સ્માર્ટ સાથી’ પ્લેટફૉર્મને લૉન્ચ કરવામાં આવ્યું હતું. નાણાકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ મુકેશ બંસલ તથા HDFC બેંકના સીનિયર એક્ઝિક્યુટિવ્સ દિનેશ લુથરા અને અજય શર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.