રિલાયન્સ રિટેલ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ
મુંબઈ, 6 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા.
આલિયા ભટ્ટ દ્વારા વર્ષ 2020માં સ્થાપવામાં આવેલી 2થી 12 વર્ષની વયના બાળકો માટે વસ્ત્રોની બ્રાન્ડ એડ-અ-મમ્મા બાળકોમાં પ્રકૃતિ માટે પ્રેમ પ્રેરિત કરવા માટે પ્રાકૃતિક કાપડ અને પ્રકૃતિની થીમ પર ભારત મૂકવાના માધ્યમથી યુવા પરેન્ટ્સ અને બાળકોમાં ખૂબ જ સ્વીકૃત બની છે.
ગયા વર્ષે થયેલી નોંધપાત્ર પ્રગતિમાં બ્રાન્ડે પ્રસૂતા માતાઓ માટેના વસ્ત્રોનો સમાવેશ કરવા માટે તેની કેટેગરીને વિસ્તારી જે આલિયા ભટ્ટની ગર્ભાવસ્થા સાથે સુસંગત હતી અને તે પછી નવજાત અને શીશુ માટેના વસ્ત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા – જે બ્રાન્ડની વૈવિધ્યતાને દર્શાવે છે.
ફેશન ઉદ્યોગ માટે વધુ જવાબદાર ભવિષ્યને પ્રોત્સાહન આપવાના રિલાયન્સ બ્રાન્ડ્સના વિઝન સાથે આ બાબત તમામ રીતે સુસંગત છે તેમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું.
સંયુક્ત સાહસ વિશે બોલતા આલિયા ભટ્ટે કહ્યું કે, રિલાયન્સ સપ્લાય ચેઇનથી રિટેલ અને માર્કેટિંગ સુધી દરેક બાબતમાં વધુ ક્ષમતા લાવી શકે છે. આ સંયુક્ત સાહસ સાથે અમે એડ-એ-મમ્માને ઘણા વધુ બાળકો અને માતા-પિતા સુધી લઈ જવા અને અમે જે કંઈ કરીએ છીએ તેના દ્વારા પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રેરિત કરવાનું ચાલુ રાખીએ છીએ. આ ભાગીદારીથી બ્રાન્ડને પર્સનલ કેર અને બેબી ફર્નીચર જેવા નવા ક્ષેત્રોમાં વિસ્તારાશે અને ચાઇલ્ડ ફ્રેન્ડ્લી, પેરન્ટ ફ્રેન્ડ્લી અને પ્લેનેટ ફ્રેન્ડ્લી હોવાના તેના મુખ્ય મૂલ્યોને જાળવી રાખશે.