IRFC આવતીકાલે રૂ. 3000 કરોડના બોન્ડ જારી કરશે, કરશે, શેરમાં 3 ટકાનો ઉછાળો
નવી દિલ્હી, 21 નવેમ્બરઃ ભારતીય રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન આવતીકાલે બોન્ડ ઈશ્યૂ કરવા જઈ રહી છે. કંપની 22 નવેમ્બરે રૂ. 2,500 કરોડના ગ્રીન શૂ સહિત રૂ. 3,000 કરોડના બોન્ડ ઇશ્યુ કરવાની યોજના ધરાવે છે. બોન્ડ ત્રણ વર્ષમાં અથવા 11 નવેમ્બર, 2026ના રોજ મેચ્યોર થશે.
બોન્ડ ઈશ્યૂના પગલે આજે આઈઆરએફસીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. IRFCનો શેર આજે 2.70 ટકા વધી રૂ. 78.15ની ઇન્ટ્રાડે ટોચે પહોંચ્યો હતો. જે અંતે 1.08 ટકાના ઉછાળા સાથે રૂ.76.90 પર બંધ રહ્યો હતો.
આ બોન્ડ્સ માટે બિડિંગ 22 નવેમ્બરના રોજ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાના ઈલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ પર થશે. જેની પે-ઈન તારીખ 24 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.
આ બોન્ડને CRISIL, ICRA અને CARE રેટિંગ્સ દ્વારા ‘AAA’ રેટિંગ આપવામાં આવ્યું છે. નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI) બોન્ડ જારી કરવાની યોજના બનાવી રહી છે. નાબાર્ડ ત્રણ વર્ષ અને એક મહિનાની મેચ્યોરિટી પર જારી બોન્ડ દ્વારા રૂ. 3,000 કરોડ સહિત રૂ. 5,000 કરોડ સુધી એકત્ર કરવા માગે છે.
SIDBI પાંચ વર્ષમાં અથવા 24 નવેમ્બર, 2028ના રોજ મેચ્યોર થતાં બોન્ડ દ્વારા રૂ. 3,000 કરોડ સહિત રૂ. 5,000 કરોડ સુધી એકત્ર કરશે. SIDBI અને NABARD બોન્ડ માટે બિડિંગ BSE અને NSE પર 22 નવેમ્બરે થશે.
SIDBIના બોન્ડને CRISIL અને CARE દ્વારા ‘AAA’ રેટિંગ આપવામાં આવ્યું છે અને નાબાર્ડના બોન્ડને ICRA અને ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ‘AAA’ રેટિંગ આપવામાં આવ્યું છે.