Sensexએ 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે પ્રોફિટ બુકિંગ શરૂ થયાં, જાણો આગામી રણનીતિ
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ તમામ પોઝિટીવ પરિબળોના પગલે શેરબજાર આજે તેજીના મૂડ સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સે 70057.83 અને નિફ્ટી 21,026.10 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો કે, સેન્સેક્સે 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે જ માર્કેટમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. સેન્સેક્સ થોડી જ ક્ષણોમાં તેની ઓલટાઈમ હાઈથી 263.33 પોઈન્ટ ઘટ્યો હતો. 11 વાગ્યે 66 પોઈન્ટના સુધારા સાથે 69892.16 પર ટ્રેડ થઈ રહ્યો છે.
રોકાણકારો વૈશ્વિક પ્રવાહો, મુખ્ય મેક્રોઇકોનોમિક ડેટા અને આગામી યુએસ ફેડરલ રિઝર્વ પોલિસી મીટિંગને સ્થાનિક ઇક્વિટી બજારોમાં આગામી સપ્તાહના ટ્રેન્ડ માટે ફોકસમાં રાખી રહ્યા છે. બજારોનું ધ્યાન ભારત અને યુએસ બંનેના ફુગાવાના આંકડા સહિત નોંધપાત્ર ડેટા રીલીઝ પર રહેવાની ધારણા છે. નિષ્ણાતો ભારતીય ફુગાવામાં વધારો જોઈ રહ્યા છે, જ્યારે યુએસના આંકડા સ્થિર રહેવાની ધારણા છે. વધુમાં, ભારતીય ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિની અપેક્ષા છે.
2313 સ્ક્રિપ્સમાં સુધારો
1287માં ઘટાડો
291 સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી
24 સ્ક્રિપ્સ વર્ષના તળિયે
369 સ્ક્રિપ્સ અપર સર્કિટ સાથે તેજીમાં
આ સકારાત્મક વેગ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની નાણાકીય નીતિની જાહેરાત અને સુધારેલા GDP અનુમાનને અનુસરે છે. ગયા અઠવાડિયે, ટોચની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાતની કુલ માર્કેટ મૂડીમાં ₹3.04 લાખ કરોડનો વધારો થયો હતો. આ ઉછાળાનું નેતૃત્વ એચડીએફસી બેંક અને એલઆઈસી દ્વારા કરવામાં આવ્યું હતું, જે ઈક્વિટી માર્કેટમાં સામાન્ય રીતે હકારાત્મક વલણને પ્રતિબિંબિત કરતા ટોપ ગેઈનર રહ્યા હતા.
કેઆર ચોક્સી હોલ્ડિંગ્સના એમડી દેવેન ચોક્સીએ જણાવ્યા પ્રમાણે, બજાર રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હોવાથી પ્રોફિટ બુકિંગની સંભાવના જોવા મળી શકે છે. જો કે, બજારમાંથી રોકડ પરત ખેંચાવાની શક્યતા ઓછી છે. વિદેશી રોકાણકારો પણ મોટાપાયે મૂડી ઠાલવી રહ્યા છે. જેને જોતાં ઓવરઓલ માર્કેટ પોઝિટીવ છે.
ધ્યાનમાં રાખવા જેવા શેર્સઃ IREDA, SJVN, Spicejet, Wipro, Adani Power, Adani Total, ICICI bank, Bank Of Baroda, Voltas…