જિયો ફાઈનાન્સિયલની મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી પ્રક્રિયા હેઠળઃ SEBI
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝે મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે સેબી સમક્ષ અરજી કરી છે. આ અરજી પ્રક્રિયા હેઠળ હોવાનું માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ જણાવ્યું છે.
એસેટ મેનેજમેન્ટ માટે બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સાથે સંયુક્ત સાહસ (JV) ધરાવતી Jio Financialએ 19 ઓક્ટોબર, 2023ના રોજ MF લાયસન્સ માટે અરજી ફાઇલ કરી હતી. સેબી દ્વારા દરેક ક્વાર્ટરના અંતે અરજદારોની યાદી અપડેટ આપવામાં આવે છે.
Jio Financial Services Ltd અને BlackRock Financial Managementએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માગે છે. વધુમાં, અબીરા સિક્યોરિટીઝે મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ માટે ફરીથી અરજી કરી છે. 2012માં સ્થાપિત અબીરા સિક્યોરિટીઝ કોલકાતા સ્થિત સ્ટોક બ્રોકિંગ હાઉસ છે. અબીરાએ અગાઉ એપ્રિલ 2022માં MF લાયસન્સ માટે અરજી કરી હતી, પરંતુ ત્યારપછીની યાદીઓમાંથી તેનું નામ ગાયબ થયુ હતું.
જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર આજે 0.36% ઘટાડા સાથે 234.45 પર બંધ રહ્યો હતો. જે છેલ્લા ઘણા સમયથી ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. છ માસમાં 5.34 ટકા તૂટ્યો છે.
એન્જલ વન લિમિટેડને 8 ફેબ્રુઆરી, 2023ના રોજ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જે અંતિમ નોંધણીની મંજૂરી માટે વિચારણા હેઠળ છે.
હાલમાં, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 45 ખેલાડીઓ સાથે સૌથી વધુ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાંનું એક છે, જેમાં રૂ. 50 લાખ કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ છે. ઉલ્લેખનીય છે કે, 2023માં ત્રણ નવા ફંડ હાઉસે ભારતીય MF ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે જૂનમાં તેની પ્રથમ યોજના શરૂ કરી હતી. સમીર અરોરાના હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડે ઓક્ટોબરમાં તેની પ્રથમ યોજના શરૂ કરી હતી. તે જ સમયે, ઝેરોધા ફંડ હાઉસે તેની પ્રથમ બે યોજનાઓ શરૂ કરી હતી. જ્યારે હેલિયોસ અને બજાજ ફિનસર્વ સક્રિય રીતે સંચાલિત ફંડ્સ લોન્ચ કરશે, ત્યારે ઝેરોધા ફંડ હાઉસે પેસિવ અભિગમ અપનાવ્યો છે.