શેરબજારના પ્રિ-ઓપનિંગ સેશનમાં આ 3 શેરોની માગ વધુ રહી, Sensex 900 પોઈન્ટ ઉછાળ્યો
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ શેરબજારે આ સપ્તાહની શરૂઆત બમ્પર ઉછાળા સાથે કરી છે. સેન્સેક્સ 900 પોઈન્ટ તો નિફ્ટી50 285 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આજે પ્રિ-ઓપનિંગ સેશનમાં યુટિલિટી 1.43 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.17 ટકા અને પાવર ઈન્ડેક્સ 1.16 ટકા ઉછાળ્યો હતો. BSE ખાતે પ્રિ-ઓપનિંગ સેશન દરમિયાન સૌથી વધુ વોલ્યૂમ જયપ્રકાશ એસોસિએટ્સ (Jaiprakash Associates Ltd), શ્રીરામ ફાઈનાન્સ લિ. (Shriram Finance Ltd) અને એનએમડીસી સ્ટીલ લિ.(NMDC Steel Ltd.)માં જોવા મળ્યા હતા.
Jaiprakash Associatesનો શેર પ્રી-ઓપનિંગ દરમિયાન જ 7.63 ટકા ઉછળ્યો હતો. જે 11.22 વાગ્યે 7.43 ટકા ઉછાળા સાથે 23.42ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે, કંપનીએ કોઈ ખાસ જાહેરાતો કરી નથી. જેથી આ ઉછાળો શેરબજારની તેજીને આભારી હોઈ શકે.
પ્રિ-ઓપનિંગ સેશનમાં Shriram Finance Ltdનો શેર 6.19 ટકા ઉછાળા સાથે 2448.85 પર કારોબાર થઈ રહ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકના આકર્ષક પરિણામો જાહેર કર્યા છે. વધુમાં શેરદીઠ બીજુ વચગાળાનું ડિવિડન્ડ પણ જારી કર્યુ હોવાની અસર શેર પર જોવા મળી છે. શ્રીરામ ફાઈનાન્સનો શેર આજે 2448.85ની વાર્ષિક ટોચ નોંધાવા સાથે 2.28 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જેની વાર્ષિક બોટમ 1190 છે. કંપની 6 ફેબ્રુઆરીના રોજ શેરદીઠ રૂ. 10 ડિવિડન્ડ ફાળવશે.
NMDC Steel Ltdનો શેર પ્રિ-ઓપનિંગમાં 5.54 ટકા ઉછાળા સાથે 61.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીએ કોઈ નોંધનીય જાહેરાતો કરી નથી. જેથી આ તેજી માર્કેટના ઓવરઓલ ઉછાળાને આધારિત ગણી શકાય. 11.24 વાગ્યે એનએમડીસી સ્ટીલનો શેર 12.43 ટકા ઉછાળી 65.94 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે આજે 67.33ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)