Mainboard IPO List એટ એ ગ્લાન્સ

Comp.OpenClosePrice(Rs)LotExch.
JNK
India
Apr23Apr25395/
415
36BSE
NSE
VodafoneApr18Apr2210111298BSE
NSE

અમદાવાદ, 22 એપ્રિલઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડમાં જેએનકે ઇન્ડિયાનો આઇપીઓ તા. 23 એપ્રિલે ખૂલી રહ્યો છે. તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ ફર્નેસ (“હીટિંગ ઈક્વિપમેન્ટ”)ના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની JNK ઈન્ડિયા લિ.એ  તેના IPO માટે રૂ. 2/શૅરની ફેસ વેલ્યુના શૅર માટે રૂ. 395/ થી રૂ. 415/ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઇપીઓ તા.23 એપ્રિલે ખૂલશે અન તા. 25 એપ્રિલના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 36 ઇક્વિટી શેર્સ માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 36 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકે છે. આ ઈશ્યૂમાં રૂ. 3,000.00 મિલિયનના નવા ઈશ્યુ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર તરફથી 8,421,052 ઈક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ઑફર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઑફરનો 50% હિસ્સો ક્વૉલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, ઑફરનો 15% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરના 35% હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

વોડાફોનનો એફપીઓ ભરાયો ખરો પણ રોકાણકારોનો ફિક્કો પ્રતિસાદ

વોડાફોન આઈડિયાના એફપીઓ ભરવાનો તા. 22 એપ્રિલ છેલ્લો દિવસ છે. એફપીઓ લોન્ચિંગ વચ્ચે વોડાફોન આઈડિયાનો શેર આજે ઘટાડે ખૂલ્યા બાદ 5.34 ટકા તૂટી 12.23ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. 1.16 વાગ્યે 4.57 ટકા ઘટાડે 12.33 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વોડાફોન આઈડિયાનો એફપીઓ બપોર સુધીમાં કુલ 1.21 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ માત્ર 50 ટકા અરજી કરી છે. જ્યારે ક્યુઆઈબી પોર્શન 1.63 ગણો, એનઆઈઆઈ 2.32 ગણો ભરાયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)