FII SELLING: IndusInd બેન્ક, HDFC બેન્ક, ITC સહિતના શેરોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાયું
અમદાવાદ, 3 મેઃ અમેરિકી વ્યાજદરો જાળવી રાખવામાં આવતાં તેમજ ફુગાવાના વધતા વલણ ઉપરાંત સેન્સેક્સ અને નિફ્ટીની એકધારી તેજીમાંથી પ્રોફિટ બુક કરવાના હેતુ સાથે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈટીસી જેવા લાર્જકેપ શેરોમાં વેચવાલી નોંધાવી છે. સ્ટોકએજના આંકડા અનુસાર, ચોથા ત્રિમાસિક દરમિયાન નિફ્ટી 200 ઈન્ડેક્સમાં સામેલ 10 લાર્જકેપ શેરોમાંથી એફઆઈઆઈએ વેચવાલી દર્શાવી છે.
HDFC Bank: નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં એચડીએફસી બેન્કમાંથી એફઆઈઆઈએ હિસ્સો 4.5 ટકા હિસ્સો ઘટાડ્યો છે. Q3 FY24માં એફઆઈઆઈ એચડીએફસી બેન્કમાં 52.31 ટકા હોલ્ડિંગ ધરાવતું હતું. જે ઘટી Q4 FY24માં 47.83 ટકા થયું છે.
ITC: FIIs દ્વારા 2024ના માર્ચ ત્રિમાસિકમાં આઈટીસીમાંથી હિસ્સો 2.3 ટકા સુધી ઘટાડી 40.95 ટકા કર્યો છે. જે ત્રીજા ત્રિમાસિકમાં 43.26 ટકા હતો.
IndusInd Bank: 2024ના માર્ચ ત્રિમાસિકમાં ઈન્ડસઈન્ડ બેન્કમાં FIIsનો હિસ્સો 2.2 ટકા ઘટી 40.25 ટકા થયો છે. જે અગાઉના ત્રિમાસિકમાં 42.47 ટકા હતો.
Kotak Mahindra Bank: નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં કોટક મહિન્દ્રા બેન્કમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ 2.1 ટકા સ્ટેક વેચ્યો છે. જે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિકમાં 39.74 ટકાથી ઘટી ચોથા ત્રિમાસિકમાં 37.59 ટકા થયો છે.
Polycab India: પોલિકેબ ઈન્ડિયાનો 1.5 ટકા હિસ્સો વિદેશી રોકાણકારો દ્વારા વેચવામાં આવ્યો છે. જેમાં FIIsનું હોલ્ડિંગ 13.4 ટકાથી ઘટી 11.95 ટકા થયું છે.
Asian Paints: 2024ના માર્ચ ત્રિમાસિકમાં એશિયન પેઈન્ટ્સમાં એફઆઈઆઈનુ હોલ્ડિંગ 1.4 ટકા ઘટી 15.89 ટકા નોંધાયુ છે.
ICICI Pru. Life Insurance: ICICI Pru. Life Insuranceમાંથી વિદેશી રોકાણકારોએ 1.4 ટકા હિસ્સો હળવો કર્યો છે. જેમાં એફઆઈઆઈ હોલ્ડિંગ 14.72 ટકાથી ઘટી 13.35 ટકા થયું છે.
Eicher motors: નાણાકીય વર્ષ 2024ના માર્ચ ત્રિમાસિકમાં આયશર મોટર્સમાંથી વિદેશી રોકાણકારોએ 1.3 ટકા શેરોની વેચવાલી નોંધાવી હતી.
HDFC Life Insurance: એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાંથી એફઆઈઆઈ હોલ્ડિંગ 1.3 ટકા ઘટ્યું છે. જે ત્રીજા ત્રિમાસિકમાં 30.03 ટકા થયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)