એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝનો IPO 25 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.267-281
IPO ખૂલશે | 25 જૂન |
IPO બંધ થશે | 27 જૂન |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.267-281 |
લોટ સાઇઝ | 53 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 53380783 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.1500 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, જૂન 21: એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૨ ના ફેસ વૅલ્યુવાળા શેર માટે રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, જૂન 25, 2024, સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 27 જૂન, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 53 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 53 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. IPOમાં રૂ. 1,000 કરોડ સુધીનો નવો ઈશ્યુ અને પ્રમોટર્સ દ્વારા રૂ. 500 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ઓફર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના 50% થી વધુ ક્વૉલિફાઈડ સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે, ઓફરના 15% બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરના 35% કરતાં ઓછી છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે
તાજા ઈશ્યુમાંથી મળનારી રકમમાંથી રૂ. 720 કરોડની સુધીની રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલ ઋણના એક ભાગની પૂર્વ ચુકવણી અથવા સુનિશ્ચિત પુનઃચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
કંપની ભારતની માત્ર ચાર સ્પિરિટ કંપનીઓમાંની એક છે જે નાણાકીય વર્ષ 2023 દરમ્યાન IMFLની ભારતીય વ્હિસ્કી માર્કેટમાં અંદાજિત 11.8% બજાર હિસ્સા સાથે અગ્રણી નિકાસકાર રહી ચુકી છે. 2016 થી 2019 સુધી, ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી વાર્ષિક વેચાણ વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે સૌથી વધુ વેચાતી વ્હિસ્કી બ્રાન્ડ્સમાંની એક હતી. આટલા વર્ષોમાં, ABDએ વિવિધ કેટેગરી અને સેગમેન્ટમાં ઉત્પાદનોનો વિસ્તાર અને રજૂઆત કરી છે. ઉત્પાદન પોર્ટફોલિયોમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ અને વોડકામાં IMFLની 16 મુખ્ય બ્રાન્ડનો સમાવેશ થાય છે. ABDs બ્રાન્ડ્સ જેમાં ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી, સ્ટર્લિંગ રિઝર્વ, ICONiQ વ્હિસ્કી અને ઓફિસર્સ ચોઈસ બ્લુનો સમાવેશ થાય છે, તેમજ આ બ્રાન્ડ ‘મિલિયોનેર બ્રાન્ડ્સ’ ગણાય છે અથવા તો સરળ ભાષામાં કહીએ તો આ બ્રાન્ડ્સનું એક વર્ષમાં એક 90 લાખ લિટરનું વેચાણ કર્યું હતુ. ભારતમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 79,329 રિટેલ આઉટલેટ્સ ધરાવે છે.
લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ, અને ITI કેપિટલ
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ BSE અને NSE પર લિસ્ટીંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)