અમદાવાદ, 2 જુલાઇઃ સાણંદ (ગુજરાત)માં મુખ્યાલય ધરાવતી મમતા મશીનરી લિમિટેડે સેબી પાસે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.

ઓફરના ઉદ્દેશ્યો (1) સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 7,382,340 સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ હાથ ધરવો, (2) સ્ટોક એક્સચેન્જીસ ઉપર ઇક્વિટી શેર્સના લિસ્ટિંગના લાભો મેળવવા છે. કંપની ઓફરમાંથી કોઇપણ ભંડોળ મેળવશે નહીં અને તમામ ભંડોળ સેલિંગ શેરહોલ્ડર્સ પાસે જશે.

મમતા મશીનરી લિમિટેડ પ્લાસ્ટિક બેગ અને પાઉચ બનાવતા મશીન, પેકેજિંગ મશીન અને એક્સ્ટ્રુઝન ઉપકરણોનું ઉત્પાદન અને નિકાસ કરે છે. કંપની પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે એન્ડ-ટુ-એન્ડ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની બ્રાન્ડ “વેગા” અને “વિન” હેઠળ તેના મશીનનું વેચાણ કરે છે તેમજ 31 મે, 2024 સુધીમાં કંપનીએ વિશ્વભરના 75 દેશોમાં 4,500થી વધુ મશીન સ્થાપિત કર્યાં છે.

કંપનીના ગ્રાહકોમાં બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ, દાસ પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડ, જેફ્લેક્સી પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડ, યુફોરિયા પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડ, સનરાઇઝ પેકેજિંગ, ઓમ ફ્લેક્સ ઇન્ડિયા, ચિતાલે ફૂડ્સ, વી3 પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, ધાલુમલ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ એલએલસી, લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ, ગંગા જ્યુટ પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટર્ન ઇન્ડિયા કેશ્યૂ કંપની પ્રાઇવેટ લિમિટેડ અને એન.એન. પ્રિન્ટ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ, ગિટ્સ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમિરાટ્સ નેશનલ ફેક્ટરી ફોર પ્લાસ્ટિક ઇન્ડ એલએલસી સામેલ છે.

સેલિંગ શેરહોલ્ડર્સઃ

મહેન્દ્ર પટેલપ્રમોટર સેલિંગ શેરહોલ્ડર534,483 સુધીના ઇક્વિટી શેર્સ
નયના પટેલપ્રમોટર સેલિંગ શેરહોલ્ડર1,967,931 સુધીના ઇક્વિટી શેર્સ
ભગવતી પટેલપ્રમોટર સેલિંગ શેરહોલ્ડર1,227,042 સુધીના ઇક્વિટી શેર્સ
મમતા ગ્રૂપ કોર્પોરેટ સર્વિસિસ એલએલપીપ્રમોટર સેલિંગ શેરહોલ્ડર2,129,814 સુધીના ઇક્વિટી શેર્સ
મમતા મેનેજમેન્ટ સર્વિસિસ એલએલપીપ્રમોટર સેલિંગ શેરહોલ્ડર1,523,070 સુધીના ઇક્વિટી શેર્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)