SAMSUNG એ Q3માં 23% વેલ્યુ શેર સાથે સ્માર્ટફોન બજારમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
ગુરુગ્રામ, 6 નવેમ્બર: સેમસંગ એ 2024ના ત્રીજા સડસડાટ ત્રિમાસિકમાં ભારતમાં મૂલ્ય દ્વારા નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. 2024ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય સ્માર્ટફોન બજારે સેમસંગ દ્વારા પ્રેરિત સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું છે, જે 23 ટકા બજાર હિસ્સો છે.ત્રીજા ત્રિમાસિક (જુલાઈ- સપ્ટેમ્બર 2024) દરમિયાન વેલ્યુ ગ્રોથમાં આકર્ષક 12 ટકાનો વર્ષ દર વર્ષ ઉછાળો આવીને એક ત્રિમાસિકમાં સર્વકાલીન વિક્રમ નોંધાવ્યો છે, એમ કાઉન્ટરપોઈન્ટે જણાવ્યું હતું. વોલ્યુમની દ્રષ્ટિએ સ્માર્ટફોન બજાર વર્ષ દર વર્ષ 3 ટકાથી વધી છે.
“બજાર પ્રીમિયમાઈઝેશન અને આક્રમક ઈએમઆઈ ઓફરો અને ટ્રેડ-ઈન્સના ટેકા દ્વારા વેલ્યુ ગ્રોથની દ્રષ્ટિએ ઝડપથી બદરાઈ રહી છે. સેમસંગ હાલમાં 23 ટકા હિસ્સા સાથે મૂલ્ય દ્વારા બજારમાં આગેવાન છે, જેણે તેની ફ્લેગશિપ ગેલેક્સી એસ સિરીઝને અગ્રતા આપીને અને તેનો મૂલ્ય પ્રેરિત પોર્ટફોલિયો વધારીને તેનું સ્થાન જાળવી રાખ્યું છે. તેની બજારમાં હાજરીને વધુ મજબૂત બનાવવા માટે સેમસંગ દ્વારા તેના મિડ-રેન્જમાં ગેલેક્સી એઆઈ ફીચર્સ અને એ સિરીઝમાં કિફાયતી પ્રીમિયમ મોડેલો જોડીને ગ્રાહકોને ઉચ્ચ કિંમતના સેગમેન્ટમાં અપગ્રેડ થવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)