Senores ફાર્માસ્યુટિકલ્સનો IPO 20 ડિસેમ્બરે ખૂલશે: પ્રાઇસબેન્ડ રૂ.372-391
ઇશ્યૂ ખૂલશે | 20 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 24 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 372-391 |
લોટ સાઇઝ | 38 શેર્સ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 20 ડિસેમ્બર: Senores ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. તે માટેરૂ. 10/-ની શૅર દીઠ મળ કિંમતના ઈક્વિટી શૅર્સમાટે રૂ. 372/- થી રૂ. 391/- ઇક્વિટી શેર દીઠની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, ડિસેમ્બર 20, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને મંગળવાર, 24 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 38 ઇક્વિટી શૅરર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 38 ઇક્વિટી શૅરના ગુણાંકમાં કરવાની રહેશે. IPO એ રૂ. 500 કરોડ સુધીના ફ્રેશ ઈશ્યુ અને 21,00,000 શૅર્સની ઓફર ફોર સેલનું મિશ્રણ છે. ઑફરમાં કર્મચારી આરક્ષણ ભાગ હેઠળ લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે 75,000 ઇક્વિટી શેર્સ સુધીનું આરક્ષણ સામેલ છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
Senores ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એક વૈશ્વિક સંશોધન આધારિત ફાર્માસ્યુટિકલ કંપની જે US, કેનેડા અને UKના નિયમનિત બજારો અને વિવિધ ઉભરતા બજારો માટે B2B સેગમેન્ટમાં વ્યાપક શ્રેણીના જેનરિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વિકાસ અને ડોસેઝ સ્વરૂપના ઉત્પાદનમાં સક્રિય છે.
Senores ફાર્માસ્યુટિકલ્સ ક્રિટિકલ કેર ઇન્જેક્ટેબલ બિઝનેસ ચલાવે છે, વિતરકો દ્વારા ભારતભરની હોસ્પિટલોને ક્રિટિકલ કેર ઇન્જેક્ટેબલ સપ્લાય કરે છે અને સ્થાનિક બજાર અને સાર્ક દેશો માટે APIનું ઉત્પાદન કરે છે. કંપનીએ US., કેનેડા અને UKમાં પ્રસ્કો LLC, જુબિલન્ટ કેડિસ્ટા ફાર્માસ્યુટિકલ્સ, અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ, સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ ઇન્ક. અને સિપ્લા USA ઇન્ક.માટે ભાગીદારી દ્વારા પ્રદર્શિત કરીને એક મજબૂત પાઇપલાઇનનું નિર્માણ કર્યું છે.
કંપની મુખ્યત્વે US., કેનેડા અને UKમાં નિયમનકારી બજારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે 43 ઉભરતા બજારોમાં પણ હાજરી ધરાવે છે. કંપનીના પોર્ટફોલિયોમાં તેની પાઇપલાઇનમાં 21 વ્યાપારીકૃત ઉત્પાદનો, 19 માન્ય ANDA, 4 CGT ડેઝિગ્નેશન, 6 ફાઇલ કરાયેલ ANDAs અને 45 ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ એક નજરે
તેના તાજા ઈશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ પેટાકંપની, હેવિક્સમાં રોકાણ કરવા માટે, મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે, તેની એટલાન્ટા સુવિધામાં સ્ટરાઈલ ઇન્જેક્શનના ઉત્પાદન માટે સુવિધા સ્થાપવા માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટેરૂ. 107 કરોડ સુધીનો ઉપયોગ કરવામાં આવશે. કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારના સંપૂર્ણ અથવા આંશિક રૂપે પુનઃચુકવણી/પૂર્વ ચુકવણી માટે રૂ. 73.48 કરોડ, Havix નામની તેની પેટાકંપનીમાં રોકાણ માટે રૂ. 20.22 કરોડ એટલે કે, આવી પેટાકંપની દ્વારા મેળવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુનઃચુકવણી/પૂર્વ ચુકવણી માટે ઉપયોગમાં લેવાશે. કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે રૂ. 43.26 કરોડ; તેની પેટાકંપનીઓ SPI અને Ratnatrisની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા અને સંપાદન અને અન્ય વ્યૂહાત્મક પહેલો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ દ્વારા ઈનઓર્ગનિક વૃદ્ધિ માટે ભંડોળ પૂરું પાડવા રૂ. 59.48 કરોડ ઉપયોગમાં લેવાશે.
લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે અને લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 75%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 10% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)