નવી દિલ્હી, 8 જાન્યુઆરી: વેદાંતા લિમિટેડે એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (સીએસએ) 2024માં 248 મેટલ અને માઇનિંગ કંપનીઓમાં મજબૂત પાંચમું સ્થાન મેળવ્યું છે. તેની પેટા કંપની હિંદુસ્તાન ઝિંક લિમિટેડે (HZL, NSE: HINDZINC) સતત બીજા વર્ષે વિશ્વભરમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જ્યારે એલ્યુમિનિયમ ઉત્પાદકોમાં વેદાંતા એલ્યુમિનિયમને બીજો ક્રમ મળ્યો છે. નોંધનીય છે કે વેદાંતા અને હિંદુસ્તાન ઝિંક ગ્લોબલ ટોપ ટેન રેન્કિંગમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કંપનીઓ છે. હિંદુસ્તાન ઝિંકે ક્લાઇમેટ સ્ટ્રેટેજી, કમ્યૂનિટી રિલેશન્સ, વેસ્ટ અને પોલ્યુઅન્ટ્સ જેવા મહત્વના માપદંડો પર વિશ્વભરમાં સર્વોચ્ચ સ્કોર સાથે 86નો સ્કોર હાંસલ કર્યો હતો.

આ સિદ્ધિ અંગે વેદાંતા લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હિંદુસ્તાન ઝિંકના ચેરપર્સન પ્રિયા અગરવાલ હેબ્બરે જણાવ્યું હતું કે એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2024માં હિંદુસ્તાન ઝિંક પ્રથમ ક્રમે અને વેદાંતા ટોચની પાંચ કંપનીઓમાં સતત બીજા વર્ષે સ્થાન પામી છે.

એસએન્ડપી ગ્લોબલ સીએસએમાં વેદાંતા ગ્રુપની સિદ્ધિઓ ઇએસજીમાં ગ્લોબલ લીડર તરીકે તેની ભૂમિકાનો પુનરોચ્ચાર કરે છે. મજબૂત સુશાસન પ્રક્રિયાઓ, નવીનતમ પર્યાવરણીય વ્યૂહરચનાઓ અને મજબૂત સામાજિક અસર દ્વારા વેદાંતા ટકાઉ અને જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસીસ માટેના નવા માપદંડો સ્થાપે છે.

વેદાંતા નેટ-ઝીરો એમિશન્સ તરફની તેની સફરને વેગવંતી બનાવી રહી છે ત્યારે તેનો સર્વાંગી અભિગમ આગામી પેઢીઓ માટે વધુ ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય ઊભું કરવા માટે કંપનીના વિઝનને દર્શાવે છે.