અમદાવાદ, 18 જુલાઇ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે તેના હેઠળની હાઉસિંગ ફાઇનાન્સ (કંપની) પેટાકંપનીઓ હેઠળ અમદાવાદમાં ઓઢવ ખાતે તેની પહેલી બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. મહારાષ્ટ્રમાં વિરાર, પૂણે પીસીએમસી અને પનવેલમાં સફળ લોન્ચિંગ બાદ આ સાથે કંપનીએ ગુજરાતના ધમધમતા હાઉસિંગ માર્કેટમાં પ્રવેશ કર્યો છે.

ઓઢવ બ્રાન્ચ 30 વર્ષ સુધીની ફ્લેક્સિબલ મુદત સાથે પગારદાર અને સ્વ-રોજગાર ધરાવતા લોકોને રૂ. 5 લાખથી શરૂ થતી હાઉસિંગ લોન ઓફર કરશે. તે કઠવાડા, સિંગરવા, નરોડા અને અન્ય સહિતના આસપાસના વિસ્તારોમાં પણ સેવાઓ પૂરી પાડશે. આ પહેલ વિશ્વસનીય નાણાંકીય સોલ્યુશન્સ દ્વારા ઘરની માલિકી મેળવવા અને કિફાયતીપણાનું અંતર દૂર કરવાની કંપનીની પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે. તેના વિતરણ સંચાલિત અભિગમના ભાગરૂપે કંપની વણખેડાયેલા બજારોમાં કિફાયતી ધિરાણ અંગેની જાગૃતતા, પહોંચ અને એક્સેસ પૂરી પાડવા કનેક્ટર્સ, બિલ્ડર્સ, ચેનલ પાર્ટનર્સ અને મુખ્ય સક્ષમકર્તાઓની તેની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર પણ ધ્યાન આપે છે.

2024માં અમદાવાદમાં નવા લોન્ચ થયેલા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ પૈકીના 50 ટકાથી વધુ રૂ. 50 લાખથી નીચી કિંમતના છે જે કિફાયતી મકાનો માટેની મજબૂત માંગ દર્શાવે છે. ગુજરાતનું કિફાયતી મકાનો માટેના ધિરાણનું બજાર ઝડપી શહેરીકરણ, સ્થળાંતર અને સહાયક સરકારી નીતિઓના લીધે 2030 સુધીમાં 13થી 14 ટકાના સીએજીઆર પર વધવાની સંભાવના છે. વિકાસ અને ભાગીદારી માટે આ એક મજબૂત તક રજૂ કરે છે.

સર્વિસમાં શ્રેષ્ઠતા અને ગ્રાહક-કેન્દ્રિતતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, કંપની ઝડપી મંજૂરીઓ માટે તૈયાર ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ, સરળ ડિજિટલ અનુભવો અને ખૂબ ઓછી ડોક્યુમેન્ટેશન પ્રોસેસીસ દ્વારા હોમ લોનની સફરને સરળ બનાવી રહી છે.ગ્રાહક અનુભવને વધુ બહેતર બનાવવા માટે, કંપનીએ પ્રી-અપ્રૂવ્ડ પ્રોજેક્ટ્સ માટે પ્રતિષ્ઠિત ડેવલપર્સ સાથે ભાગીદારી કરી છે, જે ઘર ખરીદનારાઓ માટે સરળ અને વિશ્વસનીય ધિરાણ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)