અમદાવાદ, 18 જુલાઈ, 2025: ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની આખરી મંજૂરી મળી ગઈ છે. આ નિયમનકારી સીમાચિહ્ન સાથે ધ વેલ્થ કંપની હવે તેની નવી ઓળખ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ હેઠળ રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઔપચારિક રીતે પ્રવેશે છે.

સેબીએ 18 જુલાઈ 2025ના રોજ કંપનીને નોંધણી પ્રમાણપત્ર આપ્યું હતું અને તેને રજિસ્ટર્ડ એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) તરીકે કામગીરી શરૂ કરવા માટે સક્ષમ બનાવી હતી. ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ બજારમાં અનોખી દરખાસ્ત લાવશે અને રિટેલ ઇન્વેસ્ટર્સને જરૂરી સરળતા તથા સુલભતા સાથે પ્રાઇવેટ ઇક્વિટીમાં સામાન્ય રીતે જોવા મળતી આકરી, બોટમ-અપ અને ડેટા-ઇન્ટેન્સિવ રિસર્ચ મેથડોલોજીનું મિશ્રણ કરશે. આ અભિગમ વ્યાપક બેક-ટેસ્ટિંગ અને એઆઈ-પાવર્ડ ઇનસાઇટ્સથી સમૃદ્ધ બન્યો છે જે સુનિશ્ચિત કરે છે કે રોકાણના નિર્ણયોના મૂળ ગહન વિશ્લેષણ તથા અનુભવજન્ય માન્યતામાં રહેલા છે.

ધ વેલ્થ કંપની વૈકલ્પિક રોકાણના ક્ષેત્રે એક મજબૂત કંપની રહી છે જેણે ગ્રુપના કાર્યક્ષેત્ર હેઠળ ચાર થીમ્ડ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઈએફ)માં રૂ. 10,000 કરોડની ક્લાયન્ટ એસેટ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને દેશભરમાં અને વૈશ્વિક બજારોમાં હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સ (NNI)ને સેવાઓ આપી છે.

ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક, એમડી અને સીઈઓ સુશ્રી મધુ લુણાવતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ રિટેલ રોકાણકારો માટે સૌથી વધુ ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ રોકાણ પ્લેટફોર્મ રહ્યા છે. દેશ હવે તેના વિકસિત ભારતના એજન્ડા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વધુને વધુ રિટેલ રોકાણકારો પાસે રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવાની અને તેના પગલે સંપત્તિ સર્જન કરવાની તક રહેલી છે.

ફંડ હાઉસ ભારતની મેક્રો-ઇકોનોમિક પ્રાથમિકતાઓ સાથે સુસંગત વ્યવસાયોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે જેમાં મેક ઇન ઈન્ડિયા મિશન, ટકાઉ ઔદ્યોગિક વિકાસ અને ડિજિટલ પરિવર્તનમાં યોગદાન આપનારા વ્યવસાયોનો સમાવેશ થાય છે. તેના સિદ્ધાંતો પ્રત્યે સાચા રહીને કંપની સભાનપણે એવા ક્ષેત્રોને ટાળશે જે પર્યાવરણીય રીતે બેજવાબદાર છે અથવા સમાવેશક અને જવાબદાર વિકાસના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે ખોટી રીતે જોડાયેલા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)