STOCKS TO WATCH:HUL, Wipro, ApolloHospitals, Hikal, GHVInfra, TexmacoRail, Vedanta, TitagarhRail, RSystems, DMart, CanFinHomes, RadicoKhaitan, Cipla, DrReddys, CaplinPoint, AfconsInfra

અમદાવાદ, 22 ઓગસ્ટઃ ગુરુવારે નિફ્ટીએ 01.3 ટકા સુધારા સાથે 25084 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. પ્રાઇસ એક્શન હાલમાં 24800ના સપોર્ટ લેવલ અને 25300ના રેઝિસ્ટન્સ લેવલ્સ વચ્ચેના છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ લાઇન એ સંકેત આપે છે કે, માર્કેટનો મિડિયમ ટર્મ ટ્રેન્ડ ધીરે ધીરે સુધારા તરફી બની રહ્યો છે. 58 આસપાસના લેવલે આરએસઆઇ પણ નિફ્ટી સહિત મહત્વના ઇન્ડાઇસિસ બુલિશ ટેરિટરીમાં પ્રવેશી રહ્યા હોવાનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, જો બજારમાં એફઆઇઆઇ એન્ટ્રી થશે તો માર્કેટ મોમેન્ટમ ઓર મજબૂત થઇ શકે છે.

નિફ્ટીએ સ્વસ્થ મજબૂતી દર્શાવી અને લગભગ તેના 25,160 લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે, પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે મહત્તમ સુધારો ધોવાયો હતો. 25,160નું લેવલ નિફ્ટી માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે, કારણ કે તેની ઉપરની ચાલ માટે બજારની નજર 25,250 પર રહેશે, જે તેજીવાળાઓને વધુ મજબૂતી આપી શકે છે, જ્યારે સપોર્ટ 25,000 અને પછી 24,850 પર મૂકવામાં આવ્યો છે.

દરમિયાન, બેંક નિફ્ટીએ 56,300–56,600 ઝોન તરફ ઉપરની સફર માટે મુખ્ય મૂવિંગ એવરેજ અને 56,150 ઉપર ટકાઉ બંધ આપવાની જરૂર છે, ત્યારબાદ 57,000. જોકે, નિષ્ણાતોના મતે, 55,600 તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે, અને ત્યારબાદ 55,000 મહત્વપૂર્ણ સપોર્ટ છે.

21 ઓગસ્ટના રોજ, નિફ્ટી 33 પોઈન્ટ વધીને 25,084 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 57 પોઈન્ટ વધીને 55,755 પર પહોંચ્યો હતો. માર્કેટબ્રેડ્થ સ્થિર રહેવા સાથે NSE પર 1,350 સુધરેલા શેરની સરખામણીમાં 1,381 શેર ઘટી ગયા હતા.

ઈન્ડિયા VIX: સતત ચોથા સત્રમાં ધીમો રહ્યો અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે રહ્યો, ગુરુવારે 3.5 ટકા ઘટીને 11.37 પર પહોંચ્યો, જે 30 જુલાઈ પછીનું સૌથી નીચું સ્તર છે. આ તેજીવાળાઓ માટે કમ્ફર્ટ ઝોનનો સંકેત આપે છે.

Stocks in F&O ban:PG Electroplast, RBL Bank
Stocks removed from F&O ban:Titagarh Rail Systems