અમદાવાદ, 22 ઓગસ્ટઃ ઇન્ડસઇન્ડ બેંકે MSME મંત્રાલય હેઠળ ભારત સરકારના સાહસ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) સાથે સમજૂતી કરાર (MOU) ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ વ્યૂહાત્મક સહયોગ દ્વારા બેંક દેશભરમાં 6.7 કરોડથી વધુ ઉદ્યમ-રજિસ્ટર્ડ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ને ક્રેડિટ ડિલિવરીને બળ આપવા તથા વ્યાપક નાણાકીય સહાય પૂરી પાડવા માટે કામ કરશે.

ઇન્ડસઇન્ડ બેંક NSIC સાથે સંકળાયેલી MSME માટે કસ્ટમાઇઝ્ડ બેંકિંગ સોલ્યુશન્સનો વિસ્તાર કરશે, જેમાં કાર્યકારી મૂડી, ટર્મ લોન અને સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સહયોગ એનએસઆઇસીની મુખ્ય પહેલ જેમકે ક્રેડિટ ફેસિલિટેશન સ્કીમ અને સિંગલ પોઇન્ટ રજિસ્ટ્રેશન સ્કીમને પૂરક બનાવે છે, જે એમએસએમઇને બેંક ફાઇનાન્સને વધુ કાર્યક્ષમ રીતે એક્સેસ કરવા અને સરકારી પ્રાપ્તિમાં પ્રાથમિકતાના લાભ મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ સંયુક્ત પ્રયાસો આ એન્ટરપ્રાઇઝિસને સમયસર ક્રેડિટ મેળવવા, મોટા બજારોમાં વધુ કાર્યક્ષમ રીતે ભાગ લેવા અને કામગીરીને ટકાઉ રીતે આગળ વધારવા માટે સશક્ત બનાવશે.

આ MOU ઇન્ડસઇન્ડ બેંકના એનએસઆઇસીની વિશ્વસનીય ઇકોસિસ્ટમને બેંકની નાણાકીય કુશળતા અને ડિજિટલ ક્ષમતાઓ સાથે જોડીને એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવાના મોટા મિશનનો એક ભાગ છે. તેનાથી ક્રેડિટ ગેપને દૂર કરવામાં આવશે અને ભારત સરકારના આત્મનિર્ભરતા અને સમાવિષ્ટ આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાના વિઝનમાં યોગદાન આપવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)