ગુજરાતના નેટ ઝીરો વિઝનમાં પ્રગતિ
અમદાવાદ, 4 સપ્ટેમ્બર: ડેનિશ ઇન્ડસ્ટ્રી (DI) સાથેના સહયોગમાં CII ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે (આઈજીબીસી) અમદાવાદમાં યોજાયેલા એક અભૂતપૂર્વ કાર્યક્રમમાં ગુજરાતની કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટેની નેટ ઝીરો રૂપરેખા સફળતાપૂર્વક લોન્ચ કરી હતી.
ભારતનું રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર દેશના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ 32 ટકા હિસ્સો ધરાવે છે, જે કાર્યકારી ઊર્જા ઉપયોગ અને બિલ્ડિંગ મટિરિયલ્સમાં રહેલા કાર્બન બંને દ્વારા સંચાલિત છે.ગુજરાતમાં કોમર્શિયલ બિલ્ડિંગનો વિસ્તાર 2023માં 55 મિલિયન ચોરસ મીટરથી વધીને 2030 સુધીમાં 90 મિલિયન ચોરસ મીટર સુધી પહોંચવાનો અંદાજ છે જે ન્યૂ યોર્ક સિટીના ઓફિસ સ્પેસના 30 ટકાથી વધુ છે. હસ્તક્ષેપ વિના, આ વૃદ્ધિ વાર્ષિક 45-60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પરિણમી શકે છે, જે ડેન્માર્કના કુલ રાષ્ટ્રીય ઉત્સર્જન કરતાં 1.5 ગણા વધારે છે.
2030 સુધીમાં ગુજરાતની કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં ઊર્જા સંરક્ષણ પગલાં અમલમાં મૂકવાથી વાર્ષિક 6.6 અબજ kWh બચત થઈ શકે છે, 5.6 મિલિયન ભારતીય ઘરોને વીજળી મળી શકે છે, 4.8 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ટાળી શકાય છે (10 લાખ કાર દૂર કરવા બરાબર), અને પ્રતિ ચો.મી. રૂ. 2,000ના રોકાણ દ્વારા સંચાલન ખર્ચમાં 10-30 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેનાથી પ્રતિ ચો.મી. રૂ. 500થી રૂ. 600ની વાર્ષિક બચત થઈ શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
