કોલકાતા, 1 નવેમ્બર: બંધન બેન્કે નાણાકીય વર્ષ 205-26ના બીજા ત્રિમાસિક ગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. બેન્કનો કુલ કારોબાર 9 ટકાના દરથી વધીને રૂપિયા 2.98 લાખ કરોડ નજીક પહોંચ્યો છે. બેન્કની કુલ ડિપોઝીટ્સમાં રિટેલની હિસ્સેદારી 71 ટકા નજીક છે.

નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કે તેના ડિપોઝીટ બેઝમાં વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, અને ડિપોઝીટ બુક અત્યારે રૂપિયા 1.58 લાખ કરોડ છે. સમાન અવધિ દરમિયાન કુલ એડવાઈન્સીસ રૂપિયા 1.40 લાખ કરોડ થયા છે. કરન્ટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ (સીએએસએ) રેશિયો 28 ટકા છે.

બેન્કની કામગીરીના દેખાવ અંગે ટિપ્પણી કરતાં મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ પાર્થ પ્રતિમ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઈનોવેશન એટલે કે નવીનિકરણ પર ધ્યાન કેન્દ્રીત કરીને અમારી સમગ્ર પ્રેસને વધુ સારી કરવા, તથા પ્રોડક્ટ્સ અને લોકોની કાર્યક્ષમતાને વધારવા અમે બંધન બેન્ક 2.0 માટે ગ્રોથ એટલે ક વૃદ્ધિના હવે પછીના તબક્કા માટે આગળ વધવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ.