અમદાવાદ, 1 નવેમ્બર: અદાણી પાવર લિ. [APL]એ તા. 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક નાણાકીય પરિણામો ​​જાહેર કર્યા છે. આ પરિણામો અંતર્ગત નાણાકીય વર્ષ 25ના બીજા ત્રિમાસિકમાં રુ.14,063 કરોડની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષના સરખા સમયમાં ઉચ્ચ સંકલિત કુલ આવક રૂ. 14,308 કરોડ રૂપિયા થઇ છે. તાજેતરના વાર્ષિક સંપાદનોના વધારાના સંચાલન ખર્ચ છતાં નાણાકીય વર્ષ 26 ના બીજા  ત્રિમાસિકમાં સ્થિર સંકલિત EBITDA રૂ. 6,001 કરોડ રૂપિયાની સરખામણીમાં ગત નાણા વર્ષના સમાન ગાળામાં EBITDA રૂ.6,000 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ-25 ના બીજા ત્રિમાસિક ગાળાના રૂ.3,298 કરોડના મજબૂત એકીકૃત નફાની તુલાનામાં ઉચ્ચ અવમૂલ્યન અને વિલંબિત કર ખર્ચ છતાં વિત્ત વર્ષ-26ના સમાન સમયમાં કર પછીનો મજબૂત એકીકૃત નફો રુ. 2,906 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધ વાર્ષિક સમય ગાળામાં વીજ વેચાણનું એકીકૃત વોલ્યુમ4.4% વધીને 48.3 બિલિયન યુનિટ થયું છે. જે ગત  નાણાકીય વર્ષ 25 ના સમાન ગાળામાં 46.2 બિલિયન યુનિટ હતું.  નાણાકીય વર્ષ 26 ના સમાન ગાળામાં સ્થિર એકીકૃત કુલ આવક રુ. 28,882 કરોડ થઇ છે જે ગત  નાણા વર્ષના સરખા ગાળામાં રુ.29,537 કરોડ હતી. નાણાકીય વર્ષ 26ના પહેલા અર્ધ વાર્ષિકમાં મજબૂત એકીકૃત EBITDA રુ.12,151 કરોડ હતો જે ગત વિત્ત વર્ષના સમાન ગાળામાં રૂ. 12,712 કરોડ હતો. નાણાકીય વર્ષ 26 ના પહેલા છ મહિનામાં કર પછીનો મજબૂત એકીકૃત નફો રૂ. 6,212 કરોડ થયો હતો. જે નાણાકીય વર્ષ 25 ના સમાન ગાળામાં રૂ. 7,210 કરોડ હતો.

અદાણી પવર લિ. એ નાણાકીય વર્ષ 2031-32 સુધીમાં 23,720 MW ની સંયુક્ત ક્ષમતા ધરાવતા અનેક બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રકલ્પો દ્વારા તેના લક્ષ્યાંકિત ક્ષમતા વિસ્તરણને 41,870 MW સુધી વધાર્યું છે. સમયસર મૂડી સાધનોનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને નિર્ધારીત લક્ષ્યો હાંસલ કરવા કંપનીએ અગ્રણી ઉપકરણ ઉત્પાદકોને અલ્ટ્રા-સુપરક્રિટિકલ બોઇલર્સ, ટર્બાઇન અને જનરેટર જેવા પ્લાન્ટ માટે જરુરી  મુખ્ય સાધનો માટે અગાઉથી ઓર્ડર આપ્યા છે.  વિસ્તરણ માટે વ્યૂહાત્મક સ્થળોએ જરૂરી જમીન પહેલેથી જ કંપની ધરાવે છે. કંપનીના બ્રાઉનફિલ્ડ વિસ્તરણ પ્રકલ્પોમાં મહાન ફેઝ-II 1,600 MW USCTPP માટે 73%, રાયપુર ફેઝ-II 1,600 MW USCTPP 35% અને રાયગઢ ફેઝ-II 1,600 MW USCTPP 30%ના સંયુક્ત કાર્ય સાથે કામ ચાલી રહ્યું છે. વધુમાં, APLની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોરબા પાવર લિ.એ કોરબા (છત્તીસગઢ) ખાતે તેના 1,320 MW સુપરક્રિટિકલ પાવર પ્રકલ્પનું નિર્માણ ફરી શરૂ કર્યું છે. આ પ્રકલ્પ નાણાકીય વર્ષ 2026-27 અને નાણાકીય વર્ષ 2028-29 વચ્ચે તબક્કાવાર પૂર્ણ થવાના છે.