DevX એ ટિયર 2 શહેરોમાં સૌથી મોટું, મેનેજ્ડ ઓફિસ સ્પેસ કેમ્પસ ગણાતું કેપિટલ વન લોન્ચ કર્યું
અમદાવાદ, 20 નવેમ્બર: દેવ એક્સીલરેટર લિમિટેડે અમદાવાદમાં 3.15 લાખ સ્ક્વેર ફૂટ મેનેજ્ડ ઓફિસ કેમ્પસ એવા કેપિટલ વનના લોન્ચની આજે જાહેરાત કરી હતી જે ભારતના કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નિર્ણાયક ક્ષણ છે. ટિયર-2 સિટીમાં દેશની સિંગલ લાર્જેસ્ટ મેનેજ્ડ ઓફિસ સ્પેસ કેમ્પસ તરીકે કેપિટલ વન દર્શાવે છે કે GCC અને ઉચ્ચ વિકાસ ધરાવતી કંપનીઓ ઝડપથી અમદાવાદ જેવા ઉભરી રહેલા વ્યાપારી સ્થળોમાં કામગીરી શરૂ કરી રહી છે.

ડેવલપમેન્ટના સ્કેલ છતાં કેપિટલ વને પહેલેથી જ 95 ટકા ઓક્યુપન્સી મેળવી લીધી છે જેમાં ટેક્નોલોજી, એકાઉન્ટિંગ અને મીડિયા કંપનીઓ અગ્રેસર છે. આ મજબૂત પ્રી-લોન્ચ કામગીરી ટિયર 2 શહેરોમાં ઉચ્ચ ગુણવત્તાના, ફ્લેક્સીબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ માટેની વધી રહેલી માંગ દર્શાવે છે અને અમદાવાદના પ્રતિભાશાળી લોકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખર્ચના લાભમાં વૈશ્વિક તથા સ્થાનિક કંપનીઓના વધી રહેલા વિશ્વાસને રજૂ કરે છે.

એક સર્વાંગી વર્કપ્લેસ ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલું આ 3.15 લાખ ચોરસ ફૂટનું કેમ્પસ તેના ભાડૂઆતો માટે સુવિધા, સુખાકારી અને રોજિંદી ઉત્પાદકતા વધારવાના હેતુથી કાળજીપૂર્વક બનાવવામા આવેલી વિવિધ સુવિધાઓ ધરાવે છે. DevX એ મલ્ટીપલ લાઇફસ્ટાઇલ અને સુખાકારી-આધારિત તત્વોનો સમાવેશ કર્યો છે, જેમાં ફુલ્લી મેનેજ્ડ કેફેટેરિયા, કોફી લાઉન્જ, બ્રેકઆઉટ ઝોન, ઓન-સાઇટ ક્રેચ, ગેમ ઝોન, જિમ્નેશિયમ અને સમર્પિત યોગ વિસ્તારનો સમાવેશ થાય છે, જેથી કામ અને કાયાકલ્પ બંનેને ટેકો મળે તેવું વાતાવરણ ઊભું કરી શકાય. આ ઉપરાંત કેમ્પસમાં શેર કરેલ કોન્ફરન્સ અને મીટિંગ ફેસિલિટીઝ, ઇવેન્ટ સ્પેસ, પ્રાર્થના અને મેડિકલ રૂમ તેમજ ઇન-હાઉસ સલૂન અને કાર વોશ એરિયા જેવી વધારાની સુવિધાઓ પણ છે, જે બધા રહેવાસીઓ માટે એક સરળ અને અનુભવ-આધારિત વર્કપ્લેસ સુનિશ્ચિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
