અમદાવાદ, 26 નવેમ્બર: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આજે ચાર નવી પેસિવ યોજના – DSP નિફ્ટી મિડકૅપ 150 ઇન્ડેક્સ ફંડ, DSP નિફ્ટી મિડકૅપ 150 ETF, DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ઇન્ડેક્સ ફંડ અને DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ETF*ના લૉન્ચની ઘોષણા કરવામાં આવી. આ ઑફરિંગ મિડ અને સ્મોલકૅપ સેગમેન્ટમાં નિયમો-આધારિત, કિફાયતી કિંમતનો ઍક્સેસ પ્રદાન કરીને DSPના રોકાણના પેસિવ સ્યૂટને સશક્ત બનાવે છે, જે એકસાથે ભારતના સૌથી વ્યાપક અને સૌથી ડાઇનેમિક કૉર્પોરેટ વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે.

નિફ્ટી મિડકૅપ 150 ઇન્ડેક્સમાં નિફ્ટી 500માંની ભારતની 101મી કંપનીથી 250મી સૌથી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે, જ્યારે કે નિફ્ટી સ્મોલકૅપ 250 ઇન્ડેક્સમાં નિફ્ટી 500માંની 251મી કંપનીથી 500મો ક્રમાંક ધરાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. જૂના ડેટામાં જોવા મળ્યા અનુસાર બન્ને સૂચકાંકો દ્વારા વ્યાપક માર્કેટની તુલનામાં લાંબા ગાળાના વળતરમાં નોંધપાત્ર વધારો ડિલિવર કરવામાં આવ્યો છે.

નિફ્ટી મિડકૅપ 150 TRI દ્વારા સરેરાશ 16.2% જેટલું રોલિંગ વળતર જનરેટ કરવામાં આવ્યું, જે નિફ્ટી 500 TRI આ જ સમયગાળા દરમિયાનના 12.6% વળતરથી વધારે જ છે. સ્મોલ-કૅપ ઇન્ડેક્સ દ્વારા લાંબા ગાળાના રોકાણકર્તાઓ પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે, જેમાં નિફ્ટી સ્મોલકૅપ 250 TRI દ્વારા 10-વર્ષના રોલિંગ સમયગાળા માટે સરેરાશ 13.5% જેટલું વળતર આપ્યું છે, જે નિફ્ટી 500 TRIની તુલનામાં 12.6% જેટલું રહ્યું હતું. માર્કેટના વ્યાપક સૂચકાંકોની તુલનામાં બન્ને સૂચકાંકોમાં ઘટાડો વધુ ઉચ્ચ પ્રમાણમાં જોવા મળી શકે છે, જોકે જેમ જેમ હોલ્ડિંગ સમયગાળો લંબાતો જાય, તેમ તેમ બન્ને સૂચકાંકોમાં બિન-નકારાત્મક વળતરની સંભાવના બહેતર થતી જઈ શકે છે.

આ બન્ને સૂચકાંકો એવા ક્ષેત્રો અને ઉદ્યોગોને એક્સપોઝર પ્રદાન કરે છે, જેમા લાર્જ કૅપનું પ્રમાણ મર્યાદિત માત્રામાં હોય. સ્મોલકૅપ 250ની હાજરી કેપિટલ માર્કેટ, ઔદ્યોગિક ઉત્પાદનો, હેલ્થકેર સંબંધિત ઉપકરણો, બાંધકામની સામગ્રી, ટેક્સટાઇલ તેમજ અન્ય વિશિષ્ટ સેગમેન્ટમાં નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. આ ફંડમાં વિવિધ કૅટેગરીની અગ્રણી કંપનીઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે, જે ટોચની 250 કંપનીઓ ઉપરાંત નવી નવી ઉભરતી કંપનીઓની સમાવેશિતા વિશે પણ ઘણું કહી જાય છે. આ 150 મિડકૅપ કંપનીઓ સ્મોલકૅપ કંપનીઓની વિશાળ દુનિયાથી બહેતર કમાણીનો અવસર પ્રદાન કરી શકે છે તેમજ માર્કેટની વ્યાપક ભાગીદારીના સમયગાળા દરમિયાન નોંધપાત્ર માત્રામાં વિશાળતા પ્રદાન કરી શકે છે.

ફંડની સક્રિય કૅટેગરી વાસ્તવિક વિભિન્ન એક્સપોઝર પ્રદાન કરવા ઉપરાંત બન્ને સૂચકાંકો વચ્ચે પ્રમાણમાં ઓછો ઓવરલેપ જાળવી રાખે છે. સક્રિય મિડકૅપ ફંડ સાથે મિડકૅપ 150 માત્ર 32% જેટલું ઓવરલેપ શેર કરે છે, જ્યારે કે સક્રિય સ્મોલકૅપ ફંડના પોર્ટફોલિયો સાથે સ્મોલકૅપ 250 તેનાથી પણ ઓછા ઓવરલેપની માત્રા – 18% જેટલી ધરાવે છે. આ માળખાકીય ભિન્નતા સુનિશ્ચિત કરી શકે છે કે ઇન્ડેક્સ-આધારિત રોકાણો સક્રિય વ્યૂહરચનાઓ સાથે સાથે પૂરક અને વૈવિધ્યસભર માળખાગત સુવિધા પણ પ્રદાન કરી શકે.

નવા ફંડની આ ઑફર (NFOs) 24 નવેમ્બરથી 08 ડિસેમ્બર, 2025 સુધી ખુલ્લી રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)