અમદાવાદ, 3 ડિસેમ્બર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે તેનું માર્કેટ આઉટલૂક 2026 આજે બહાર પાડ્યું હતું. આ આઉટલૂક મેક્રોઇકોનોમિક વાતાવરણનો વ્યાપક દ્રષ્ટિકોણ તથા મહત્વની રોકાણ થીમ પૂરી પાડે છે, જે આગામી વર્ષમાં ભારતના નાણાંકીય બજારોને આકાર આપે તેવી શક્યતા છે. આ રિપોર્ટ ઇક્વિટીઝ, ફિક્સ્ડ ઇન્કમ અને થિમેટિક સેક્ટર્સમાં તકો રજૂ કરે છે તથા એવા વૈશ્વિક તથા સ્થાનિક ટ્રેન્ડ્સ દર્શાવે છે જેને રોકાણકારોએ ધ્યાનપૂર્વક જોવા જોઈએ.

2026ની મુખ્ય ઇક્વિટી રોકાણ થીમ

1. ફાઇનાન્શિયલ સર્વિસીઝ – વિકાસ અને નફાકારકતામાં વધારો

ધિરાણ વૃદ્ધિમાં વધારો થવા લાગ્યો છે, જે ધિરાણ પ્રવૃત્તિમાં સુધારો દર્શાવે છે. આ વધારો વધી રહેલા ક્રેડિટ ટુ ડિપોઝીટ રેશિયોમાં જોવા મળે છે. મજબૂત ફંડામેન્ટલ્સ અને સુધારેલી મૂડી પર્યાપ્તતા દ્વારા સ્વસ્થ ધિરાણ વૃદ્ધિને ટેકો મળે છે. રિટર્ન રેશિયો સ્વસ્થ રહે છે જે આ સેક્ટરને લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક બનાવે છે. ધિરાણ અને ડિપોઝીટ વૃદ્ધિ વચ્ચેનો ઘટાડો માર્જિન દબાણ ઘટાડી શકે છે તથા નફાકારકતાને ટેકો આપી શકે છે.

2. વપરાશમાં વધારો – ગતિમાં વૃદ્ધિ

વધતી આવક, જીએસટીમાં સુધારો અને તહેવારોની માંગને કારણે વપરાશમાં મજબૂત સુધારો થવાની શક્યતા છે. ગ્રામીણ માથાદીઠ આવક 2000 ડોલર ના આંકને વટાવી ગઈ છે, જે એક મુખ્ય વળાંક છે. આ આવકમાં વધારાથી સામાન્ય રીતે વધુ વિવેકાધીન ખર્ચ જોવા મળે છે, જેનાથી ઓટો જેવા ક્ષેત્રોને ફાયદો થશે. ભારત વૈશ્વિક સ્તરે ટુ-વ્હીલર અને પેસેન્જર વ્હીકલ્સ માટે સૌથી ઓછો પ્રસાર ધરાવતા બજારો પૈકીનું એક હોવાથી, વધતી જતી આકાંક્ષાઓ, જીએસટીમાં કર રાહત, હળવો ફુગાવો અને ગ્રામીણ રિકવરી માંગને વેગ આપશે. માસિક વેચાણના વલણો પહેલાથી જ આ ગતિ દર્શાવી રહ્યા છે, જે ઉચ્ચ વપરાશ અને પ્રીમિયમાઇઝેશન તરફ માળખાકીય પરિવર્તનનો સંકેત આપે છે.

3. ઇ-કોમર્સ – ડિજિટલ વેગ

ઓછા પ્રસાર અને ડિજિટલ સ્વીકૃતિમાં થઈ રહેલા વધારાના લીધે ભારતનું ઇ-કોમર્સ બજાર નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના ધરાવે છે. નાણાંકીય વર્ષ 2030 સુધીમાં એકંદર પ્રસાર વધીને 12-13 ટકા થવાની ધારણા છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને બ્યૂટી તથા પર્સનલ કેર જેવી કેટેગરીઝ આ વધારામાં અગ્રેસર રહેશે. બજાર ખૂબ જ કન્સોલિડેટેડ રહ્યું છે, જેમાં ટોચની ત્રણ કંપનીઓ લગભગ 80 ટકા હિસ્સો ધરાવે છે, જે ઓર્ગેનાઇઝ્ડ રિટેલ અને પ્રીમિયમાઇઝેશન વલણોને વેગ આપતા સ્કેલ અને નફાકારકતા માટે મજબૂત માર્ગ તૈયાર કરે છે.

4. હેલ્થકેર ક્ષેત્રે તકો

વૃદ્ધ લોકોની વધી રહેલી વસ્તી અને વધતી જતી ગંભીર બીમારીઓ સાથે હેલ્થકેરનો ખર્ચ વધી રહ્યો છે. ભારત સૌથી વધુ વૃદ્ધોની વસ્તી ધરાવતો દેશ છે અને આગામી 25 વર્ષોમાં આ આંક બમણો થવાની ધારણા છે. આ માળખાકીય પરિવર્તન હેલ્થકેર સર્વિસીઝની માંગમાં વૃદ્ધિને વેગ આપશે.

ફિક્સ્ડ ઇન્કમ ક્ષેત્રની સંભાવનાઃ

બજારની બદલાતી પરિસ્થિતિઓ સાથે, સ્થિરતા ઉમેરીને અને રિસ્ક મેનેજ કરવામાં મદદ કરીને ફિક્સ્ડ ઇન્કમ પોર્ટફોલિયોમાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેક્સમાં પ્રવેશવાની ભારતની સંભાવનાઓ પણ મજબૂત થઈ છે અને આ અંગે જાન્યુઆરી 2026માં ઔપચારિક નિર્ણય લેવાય તેવી શક્યતા છે અને લગભગ 25 બિલિયન ડોલરનો સંભવિત પ્રવાહ જોવા મળે તેવી ધારણા છે. સંતુલિત માંગ અને પુરવઠા ગતિશીલતા સાથે, સહાયક મેક્રો ફંડામેન્ટલ્સ, બોન્ડ માર્કેટ માટે સતત રચનાત્મક દ્રષ્ટિકોણ પૂરા પાડી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)